1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઈન્કમટેક્સના એડિશનલ કમિશનર 30 લાખના લાંચ કેસમાં ફસાયા, ACBને મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સના એડિશનલ કમિશનર 30 લાખના લાંચ કેસમાં ફસાયા, ACBને મળી સફળતા

અમદાવાદમાં ઈન્કમટેક્સના એડિશનલ કમિશનર 30 લાખના લાંચ કેસમાં ફસાયા, ACBને મળી સફળતા

0
Social Share

અમદાવાદઃ શહેરના ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારી 30 લાખના લાંચ લેવાના કેસમાં ફસાયા છે. શહેરના આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના એડિશનલ કમિશનર સંતોષ કારનાનીએ  આંગડિયા પેઢી મારફતે ૩૦ લાખ લીધી હતી. જે એન્ટિ કરપ્શન બ્યુરોએ રિકવર કરી છે. જો કે એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર પોતાની ઓફિસમાંથી ACBને હાથતાળી આપીને નાસી છૂટ્યો છે.  ACBએ આરોપી અધિકારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના આશ્રમરોડ પર આવેલા મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેની રકમ આંગડિયા પેઢી મારફતે રિસીવ કરવા જતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરોને જાણ થઈ હતી .એસીબીના અધિકારીઓએ આંગડિયા પેઢીમાંથી 30 લાખ રિકવર કર્યા હતા. ત્યારબાદ તપાસ કરતા એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર તેમની કચેરીમાં મળી આવ્યા નહતા, એસીબીના અધિકારીઓએ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

એસીબીની સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ઇન્કમટેક્સ વિભાગ, અમદાવાદ વિંગ દ્વારા ફરીયાદીના ઘરે, વ્યવસાયનાં સ્થળે તેમજ ફરીયાદીની કંપનીનાં કર્મચારીઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કબ્જે કરેલા કાગળો તથા કરેલી કાર્યવાહીનાં કાગળોનો એપ્રોઝલ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં સેન્ટ્રલ સર્કલ રેન્જ-1નાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની પાસે હતો. ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખૂબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપતા અને ફરીયાદીને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતા હતા. ત્યારબાદ 3 ઓક્ટોબરને સોમવારે આરોપીએ ફરીયાદીને મળવા બોલાવેલા હોય જેથી ફરીયાદી તેઓને મળવા તેમની ઓફિસે ગયા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને મદદ કરવાનાં ભાગ રૂપે રૂ. 30 લાખની લાંચની માંગણી કરી હતી. અને તે પૈસા આરોપીએ ફરીયાદીને સિંધુભવન રોડ સ્થિત ધારા નામની કુરીયર ઓફિસ, સાંકેતિક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનું છટકું ગોઠવતા સાહેદે આંગડીયા પેઢીમાં આરોપીને આપવાના લાંચના નાણા રૂ. 30 લાખ જમા કરાવેલા હતા અને આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને આંગડીયા પેઢીમાંથી આરોપીને આપવાના લાંચના નાણા રૂ. 30 લાખ પંચો રૂબરૂ રિકવર કરેલા છે. આરોપીની ઓફિસમાં એસીબીની બીજી ટીમ જતાં હોબાળો થતાં પોતાની ઓફિસમાંથી અધિકારી નાસી ગયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code