ભાવનગરઃ ગોહિલવાડને મુંબઈ સાથે જોડતી ટ્રેન ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે.
પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નં. 02972/02971 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં છ મહિનાના સમયગાળા માટે એક વધારાનો એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવામાં આવશે. આ વધારાનો કોચ ભાવનગર ટર્મિનસ થી 1 નવેમ્બર, 2021 થી 30 એપ્રિલ, 2022 અને બાંદ્રા ટર્મિનસ થી 4 નવેમ્બર, 2021 થી 3 મે, 2022 સુધી લગાડવામાં આવશે.
આ ઉપરાંત વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં છ મહિનાના સમયગાળા માટે એક વધારાનો એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવામાં આવશે. આ વધારાના કોચ વેરાવળ સાથે 3 નવેમ્બર, 2021 થી 2 મે, 2022 અને બાંદ્રા ટર્મિનસથી 2 નવેમ્બર, 2021 થી 1 મે, 2022 સુધી જોડવામાં આવશે. ટ્રેન નંબર 02971, 02972, 09217 અને 09218 માં એસી ફર્સ્ટ ક્લાસ કોચનું બુકિંગ 25 ઓક્ટોબર, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીના વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકમાં વધારો થશે તો ટ્રેનોમાં વધારોના કોચ જોડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભાવનગર-બ્રાન્દ્રા, અને વેરાવળ બ્રાન્દ્રાને સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. બોટાદ-અમદાવાદ બ્રોડગેડ લાઈન ટૂંક સમયમાં શરૂ થશે એટલે ભાવનગથી મુંબઈ તરફ જતી ટ્રેનોને આ ટુંકા રૂટ્સ પર દોડાવવામાં આવે તેવી શક્યતા છે.