- રેલીને સંબોધતા ગૃહમંત્રી શાહે કોંગ્રેસ પર કર્યો વાર
- કહ્યું એવા હાર્યા કે દૂરબીનથી પણ નખી દેખાતા
દિલ્હીઃ- આજ રોજ ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે કર્ણાટકના પ્રવાસે હતા. તેમણે બિદર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી.આ દરમિયાન તેમણે કહ્યું કે હું આજે કર્ણાટકમાં આવીને ખુશ છું, અને મોટી સંખ્યામાં તમારી હાજરી માટે હું તમારા બધાનો આભાર માનું છું.
જો કે અમિત શાહે રેલીને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘તમને બધાને ખબર જ હશે કે ઉત્તર-પૂર્વમાં શું થયું છે. ગઈકાલે ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલયના પરિણામો જાહેર થયા અને આ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો અને તેઓ એટલી હારી ગયા કે દૂરબીનથી પણ જોઈ શકાતા નથી. કોંગ્રેસને નાગાલેન્ડમાં 0, મેઘાલયમાં 3 અને ત્રિપુરામાં માત્ર 4 બેઠકો મળી છે.
આ સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પૂર્વોત્તરમાં પ્રવેશ કરી શકશે નહીં, જ્યાં બીજી વખત એનડીએ અને ભાજપની સરકારો બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ પૂર્વોત્તરથી લઈને ગુજરાત સુધી, ઉત્તર પ્રદેશથી કર્ણાટક સુધી બોલે છે તેમણે વધુમાં કહ્યું કે વિજય સંકલ્પ રથયાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, અને તે ભાજપના વિજય સંકલ્પનું પ્રતીક નથી, પરંતુ ગરીબ લોકોની જીત માટે, ગરીબ લોકોના કલ્યાણ માટે છે.
આ સાથે જ આ વખતે તે મેઘાલયમાં એકલા હાથે લડી હતી અને 2 સીટો જીતવામાં સફળ રહી હતી. એનપીપીના પ્રમુખ કોનરાડ સંગમા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો અને કહ્યું કે ભાજપે તેમની પાર્ટી એનપીપીને સમર્થન આપ્યું છે.