Site icon Revoi.in

બંગાળમાં એડેનોવાયરસનો વર્તાતો કહેર – બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર, અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત

Social Share

કોલકાતાઃ- પશ્વિમબંગાળમાં બાળકોમાં ફેલાતો રોગ એડોનાવાયરસે હાહાકાર માચ્વ્યો છે ,છેલ્લા કેટલાક મહિનાઓમાં 140થી વધુ બાળકોને આ વાયરસ ભડખી ગયો છે ત્યારે હજી પણ તે અટકવાનું નામ લઈ રહ્યો નથી.આ સાથે જ બીમાર બાળકોની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે અને કોલકાતાની એક હોસ્પિટલમાં રવિવાર રાતથી સોમવાર બપોર સુધીમાં વધુ 4 બાળકોના મોત પણ નોંધાયા છે.

ચાલુ વર્ષના શરુઆતછી એટલે કે જાન્યુઆરીની શરૂઆતથી અત્યાર સુધીમાં 147 મૃત્યુનો આંકડો દર્શાવામાં આવ્યો છે. કલકત્તા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બીજા સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. છેલ્લા અઢી મહિનામાં એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (ARI)ના કુલ 12,343 કેસ નોંધાયા છે.

કહેવાય રહ્યું છે કે આ ચારેય બાળકોને વાયરસ સંબંધિત ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા હતા. વિતેલા અઠવાજડિયે મુખ્ય મંત્રી  મમતા બેનર્જીએ મીડિયાને જણાવ્યું હતું કે એડિનોવાયરસ સંબંધિત કુલ મૃત્યુ 19 હતા, જેમાંથી છ વાયરસના પુષ્ટિ થયેલા કેસો હતા, જ્યારે બાકીનામાં કોમોર્બિડિટીઝ હતી.

તો બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 11 માર્ચે બહાર પાડવામાં આવેલી સૂચનામાં પણ આ જ આંકડો ટાંકવામાં આવ્યો હતો. જો કે, તે પછી આમાંથી કોઈ પણ મૃત્યુના આંકડા અપડેટ કરવામાં આવ્યા ન હતા. એટલે કે કેટલા મોત નોંધાયા છે તે અંગે ચોક્કસ પૃષ્ટિ કરાઈ નથી પરંતુ સરકારી ચોપટે મોતની સંખ્યા ઓછી છે હકીકતમાં સારવાર લઈ રહેલા બાળકો મોત વચ્ચ જઝુમી રહ્યા છે.

તો બીજી તરફ રાજ્યના ટોચના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “રાજ્ય અને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ નવા દર્દીઓની સંખ્યા એક અઠવાડિયા પહેલા લગભગ 800 પ્રતિ દિવસથી ઘટીને લગભગ 600 પ્રતિ દિવસ થઈ ગઈ છે.” કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીની અધ્યક્ષતામાં શ્વસન રોગો પર  ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સે સોમવારે એક બેઠક યોજી હતી. ટાસ્ક ફોર્સે નિર્ણય લીધો હતો કે ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા ડોક્ટરો અને ખાનગી પ્રેક્ટિશનરોને તાલીમ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વાયરસમાં શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, ન્યુમોનિયા અને તીવ્ર શ્વાસનળીનો સોજો આવે  છે. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.પશઅવિમ બંગાળમાં ઘણા મહિનાઓથી બાળકોમાં આ વાયરસ પ્રસરતો જોવા મળી રહ્યો છે.