Site icon Revoi.in

રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શનનો પુરતા જથ્થો ઉપલબ્ધ છે, સરકાર 800-900માં ઉપલબ્ધ કરાવશેઃ નીતિન પટેલ

Social Share

ગાંધીનગર :  રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારે પણ કોરોનાના સંક્રમણને નાથવા અનેક પગલા લીધા છે સરકાર દ્વારા દરરોજ કોર ગૃપની  મળે છે, જેમાં સ્થિતિના સમિક્ષા કરીને  સતત રિવ્યૂ કરાય છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા પહેલા હતી, તે યથાવત કરી દેવામાં આવી છે. પહેલા કેસ ઘટી ગયા હતા. કોરોનાના દર્દીઓની જે વ્યવસ્થા હતી, પરંતુ સંક્રમણ વધ્યું તેના કારણે 3000 હજારની આજુબાજુની સંખ્યામાં રોજ દર્દીઓ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે તો મોરબી જેવા સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે સરકાર દ્વારા રૂપિયા 800-900 રૂપિયામાં રેમડેસિવીર  ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલી વિસ્ફોટક છે તેનો ચિતાર આજે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય પરથી મળે છે. અમદાવાદ શહેરમાં કાર્યરત એસવીપી હૉસ્પિટલનાં તમામ 1000 બેડને કોરોનાની સારવાર માટે ફાળવી દેવાની સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ 500 બેડમાં જ આ દર્દીઓની સારવાર થઈ રહી હતી.

રાજ્યમાં રેમડેસિવીરની અછત વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે બુધવારે 70,000 રેમડેસિવીર ઇન્જેક્શન ઠલવાયા હતા. રોજ કંપની સરકારને 35000 ઇન્જેક્શનનો સ્ટોક આપશે. સરકાર હૉસ્પિટલોને નહીં નફો નહીં નુકશાનના ધોરણ 800-900 રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવશે. આજથી રોજ 100-100 દર્દીઓની બેચ એસવીપીમાં વધું સંખ્યામાં દાખલ કરવામાં આવશે જ્યારે આગામી સમયમાં એક પછી એક કરીને કુલ 500 દર્દીને દાખલ કરી દેવામાં આવશે. આ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને રજા આપવામાં આવશે. આ ઉપરાંત મંજૂ શ્રોફ કિડની હૉસ્પિટલને પણ રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈ રહી છે અને ત્યાં પણ કોરોનાના વાઇરસના નવા બેડ શરૂ કરવામાં આવશે. અગાઉ સરકારે નાની હૉસ્પિટલોને કોવીડ-કેર શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારે હવે વધુ બેડને કોવીડની સારવારમાં જોતરવામાં આવશે. રાજ્યની મેડિસિટી કેમ્પસમાં અમદાવાદમાં ખાતે મેડિસિટીમાં આજે 488 બેડ ખાલી છે. અહીંયા બીજા 400 બેડની પથારીની શરૂઆત કરવામાં આવશે.