- વારાણસીમાં ગંગાનદીનું જળસ્તર વધતા વહીવટતંત્ર એલર્ટ
- નાવિકોને નદીમાં જતા અટકાવાયા
લખનૌઃ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. આ કારણે હવામાન વિભાગ એ ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં લોકોને એલર્ટ કર્યા છે. ત્યારે ભારે વરસાદની અસર હવે નદીઓમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશની ઘણી નદીઓ વરસાદી પાણીના કારણે ઉભરાઈ રહી છે. ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. પાણીનું સ્તર વધ્યા બાદ પ્રશાસને પણ લોકોને એલર્ટ કરી દીધા છે.
રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં વારાણસીમાં ગંગા નદીનું સ્તર વધઘ્યું છે જેને લઈને વહીવટતંત્ર એલર્ટ બન્યું છે, સાથે જ નદીમાં નાવિકોને ન જવા અપીલ કરવામાં આવી છે.
આ સાથે જ પ્રયાગરાજમાં ગંગા-યમુનાનું જળસ્તર પણ વધતું જોવા મળ્યું છે. જેના કારણે સ્થાનિક લોકોએ કિનારા પાસે ન જવાની સલાહ અપાઈ છે.આ સાથે જ નીચાણવાળા વિસ્તારોથી લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.
આ સાથે જ જળ સ્તર વધતાની સાથે જ પૌડી ગઢવાલના ફરસુ હનુમાન મંદિર પાસે પહાડોમાંથી કાટમાળ અને પથ્થરો ઘસી આવતા જોવા મળ્યા છે. જેના કારણે નેશનલ હાઈવે પણ 58 બંધ કરી દેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લા તરફ જતા વાહનોને પૌરી ચુંગીથી ખિરસુ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે પહાડો પર વરસાદને કારણે પ્રયાગરાજમાં ગંગા અને યમુનાનું જળસ્તર દર કલાકે અઢીથી ત્રણ સેન્ટિમીટર વધી રહ્યું છે. આ જોતા વહીવટીતંત્ર એલર્ટ પર છે અને પૂરને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થિતિ પર સતત નજર રખાી રહી છે જેને લઈને કોી જાનહાની ન થાય અને જો પુરની સ્થિતિ વર્તાઈ તો તરત તેના સામે પગલા લઈ શકાય.