Site icon Revoi.in

ઓમિક્રોનના જોખમ – ભાવનગરનું મેડિકલ આરોગ્ય વિભાગ તમામ રીતે તૈયાર

Social Share

ભાવનગર: ઓમિક્રોન વેરિયન્ટ કે જેને લઈને સમગ્ર વિશ્વના દેશો ચિંતામાં છે અને તેના કેસ હવે ભારત સહિત મોટા ભાગના દેશોમાં જોવા મળ્યા છે. આવામાં ઓમિક્રોનની એન્ટ્રી ભારતમાં સાથે આપણા ગુજરાત રાજ્યમાં પણ થઈ ચુકી છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે ભાવનગરનું તંત્ર સતર્ક થયું છે અને તેણે તમામ પ્રકારના આગામી પગલા લીધા છે.

સર. ટી. હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરમાં અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ કોરોના માટે હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થાં છે, હોસ્પિટલમાં હાલ પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

35 હજાર લીટર ઓક્સિજન હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.જો. કે જિલ્લાની સૌથી મોટી સર. ટી. હોસ્પિટલમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટનો એક પણ દર્દી દાખલ નથી. જોકે, તેમ છંતા હોસ્પિટલ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર સિવાય અન્ય દેશો તથા ભારતના અન્ય રાજ્યો દ્વારા પણ તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે અને જાણકારી અનુસાર તંત્ર તથા મોટા ભાગના દેશોની આ પ્રકારની તૈયારીને કારણે મોટા ભાગની જાનહાની થશે નહી તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે.

યુરોપના કેટલાક દેશો એવા છે કે જ્યાં ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રકારના પ્રતિબંધોની પણ તૈયારી કરી લેવામાં આવી છે અને સ્થિતિ બગડતાની સાથે સરકાર દ્વારા ફરીવાર લોકડાઉન કરવા જેવા નિર્ણયો લેવામાં આવી શકે છે.