- 14 જેટલા ગેરકાયદે મકાનો અને ખેતી વિષયક જમીન ઉપર દબાણ હટાવાયાં
- પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું
અમદાવાદઃ મોરબી જિલ્લાના ચકમપર ગામે રહેણાંક અને ખેતી વિષયક જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. જેથી વહીવટીતંત્ર દ્વારા નિયમો મુજબ દબાણ હટાવવા અવારનવાર નોટિસો બાદ છેલ્લે અંતિમ નોટિસ બાદ કડક કાર્યવાહીના ભાગરૂપે તંત્ર દ્વારા જેસીબી સહિત ઉપકરણો દ્વારા ડીમોલેશન પ્રક્રિયા સાથે 14 જેટલા ગેરકાયદે મકાનો અને ખેતી વિષયક જમીન સાથે આશરે રૂપિયા 4 કરોડથી વધારે બજાર કિંમત ધરાવતી 8 હેકટર જેટલી જમીન પર ગેરકાયદે અવૈધ જમીન મકાનોને ચાલુ વરસાદે બુલડોઝર જેસીબી વડે તોડી પડાયા હતા.
મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી, ગેરકાયદે અવૈધ કબજો ધરાવનાર શખ્શોમાં તંત્ર દ્વારા ઠેર ઠેર કડક કાર્યવાહીનાં પગલે ભયનો માહોલ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે અવૈધ કબજો અને દબાણકર્તાઓને દબાણ હટાવી લેવા ચીમકી અન્યથા લેન્ડ ગ્રેબિંગ સહિત કડક પોલીસ કાર્યવાહી સહિત ડીમોલેશન અને કોર્ટ કાર્યવાહી અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક સૂચનાનાં પગલે ગેરકાયદે દબાણ કરતા શખ્શોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ ગેરકાયદે દબાણ કર્તાઓ દ્વારા મોડસ ઓપરેન્ડી એવી હતી કે, અવૈધ રીતે જમીન પર ગેરકાયદે કબ્જો કરી મકાનો બનાવી વેચી મારવામાં આવતા હતાં. જેથી તંત્રની ધોંસનાં પગલે ગેરકાયદે અવૈધ દબાણ કરતા શખ્શો સામે કડક કાર્યવાહી અને ડીમોલેશનની કડક કાર્યવાહીથી કરાઈ હતી.