Site icon Revoi.in

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ધોરણ 12ના પરિણામ પહેલા જ પ્રવેશ પ્રકિયા શરી કરી દીધી

Social Share

અમદાવાદઃ ધોરણ 12માં પણ આ વર્ષે તમામને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જોકે વિદ્યોર્થીઓને નાપાસ તો નહીં કરાય પણ માર્કસ કેવી રીતે આપવા તે માટે સરકારે પોલીસી નક્કી કરી છે. બીજીબાજુ ખાનગી યુનિવર્સિટી દ્વારા ધોરણ-12ના પરિણામ અગાઉ જ એડમીશન પ્રક્રિયા શરુ કરી દીધી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એડમિશન પ્રોસેસ શરુ કરી દેવામાં આવી છે. ધોરણ-12નું પરિણામ હજુ જુલાઈ મહિનામાં આવશે ત્યારે વિદ્યાપીઠે પણ અત્યારથી જ એડમીશન શરુ કર્યા છે. આ અંગે વિદ્યાપીઠના સતાધીશોએ જણાવ્યું હતું કે, હાલ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને માર્કશીટ આવ્યા બાદ એડમીશન કન્ફર્મ થશે.

ગાંધીજીના વિચારોને વરેલી એવી ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણ ક્ષેત્રે સારી નામના ધરાવે છે. અન્ય ખાનગી યુનિવર્સિટીઓની જેમ ગુજરાત વિદ્યાપીઠે પણ પ્રવેશ પ્રકિયા આરંભી દીધી છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, BA, BSC સહિતના કોર્ષમાં 15 જુલાઈ પહેલા એડમીશન મળશે. જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું હતું કે, વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. જોકે ધોરણ-12નું પરિણામ હજુ આપવામાં આવ્યું નથી, તો વિદ્યાર્થીને કયા આધાર પર એડમીશન અપાશે.

15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર થશે તો અત્યારથી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે. આ અંગે ગુજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર નીખીલ ભટ્ટે જણાવ્યું હતું કે, દરેક યુનિવર્સિટીની જે ગાઈડ લાઈન છે તેનું અમે પાલન કરીએ છે. એડમીશન લેવાવાળા વર્ગ માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા શરુ કરી છે. હાલ ધોરણ-12ની માર્કશીટ અપાઈ નથી, માર્કશીટ અપાશે પછી સ્થિતિ સ્પષ્ટ થશે. હાલ અમે અમારા તરફથી તૈયારી શરુ કરી છે. અત્યારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને બાદમાં માર્કશીટ આવતા એડમીશન કન્ફર્મ થશે.