હાલ શિયાળાની ઋતુ શરુ થઈ ચૂકી છે. દરેક ગર્લ્સ ઈચ્છે છે કે તે આ ઠંડીની સિઝનમાં પણ સ્ટાઈલિશ દેખાઈ જો કે આ માટે ચોક્કસ પ્રકારના પરિધાનને અપનાવવા પડતા હોય છે ખાસ કરિને વિકેન્ડમાં બહાર જમવા કે પાર્ટી કરવા જતી ગર્લ્સએ ફેશનને લઈને ખાસ ધ્યાન રાખવું પડે છે એટલે કે તે ફ્રેન્સી પણ દેખાઈ અને તેને ઠંડી પણ ન લાગે.
સામાન્ય રીતે યુવતીઓ ક્લોથવેરની ફેશનમાં બઘાથી આગળ જોવા મળે છે, તેઓ કપડાને લઈને અવનવી ડિઝાઈન અને અવનવી પેટર્નને મહત્વ આપે છે, જો કે ઘણી વખત એવું પણ બને છે કે તમામ લોકો પાસે કપડા તો ઘણા બધા હોય છે પરંતુ તે વારંવાર પહેર્યા હોવાથી કોઈ સામે પહેરીને જવાનું મન નથી થયું ત્યારે આ પ્રકારના કપડાને પહેરવા માટે તમારે તેને ન્યૂ લૂક આપવો પડશે, જેનાથી જૂના કપડાને પણ તમે શાનદાર બનાવી શકો છે.
ડેનિમના શોર્ટ અને લોંગ બન્ને જેકેટને કેરી કરીને તમે સ્ટાઈલીશ દેખાઈ શકો છો, જો તમે વનપીસ માટે જેકેટ પસંદ કરી રહ્યા છો તો તમારે શોર્ટ ડેનિમ જેકેટે પસંદ કરવું જોઈએ અને જો તમે લોંગ ડ્રેસ કે ગાઉન પર જેકેટ પહેરવાનો છો તો તમારે શોર્ટ અને લોંગ બન્ને ડેનિમ જેકેટ પસંદ કરી શકો છો જેનાથી તમારો લૂક આકર્ષક બની શકે છે,અને ઠંડીથી બચી શકાશે
જો તમારા કપડા ખુલ્લા કલરમાં છે તો તમે તેના પર ડાર્ક બ્લૂ રંગનું જેકેટ પહેરી શકો છો અને જો તમારા કપડા ડાર્ક કલરના હોય તો તમારે લાઈટ કલરના ડેનિમના જેકેટની પસંદગી કરવી જોઈએ.
આ સાથે જ કોઈ પણ પ્રકારના કપડા પર નીચે ફૂલ લેન્થ વાળું ડેનિમ જેકેટ તમને હાથ પગથી લઈને આખા શરીર પર લાગતી ઠંડીથી રક્ષણ આપે છે અને લૂકને સ્ટાઈલિશ બનાવે છે,જો કે હવે આ ડેનિમમાં નવા નવા કલરો પણ જોવા મળે છે તમે ઈચ્છો તો બ્લૂ પછી પિંત જેકેટની પસંદગી કરી શકો છો.
ડેનિમ જેકેટ શોર્ટ,લોંગ ,એકદમ શોર્ટ અને સ્લિવ વાળા તથા સ્લિવસેલ પણ આવે છે, આ જેકેટની પસંદગી તમારે તમારા કપડાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ જેથી કરીને તમે સ્ટાઈલીશ દેખાઈ શકો અને તમારા જૂના કપડા જ તમને નવો લૂક આપી શકે
જો તમને લોંગ સ્કર્ટ પહેરવો હોય તો ઉપર લાઈટ વેઈટની ટિશર્ટ સાથે લોંગ ડેનિમ જેકેટ કેરી કરી શકો છો.જે તમારા લૂકને શાનદાર બનાવાની સાથે સાથે ઠંડીથી પણ બચાવશે.