Site icon Revoi.in

અપનાવો આ ખાસ ટીપ્સ, અને ચહેરા પરની ચરબીને કરો દૂર

Social Share

શરીરમાં ચરબી હોવી એ સારી વસ્તુ છે પણ તેનું પ્રમાણ નક્કી હોવુ જોઈએ. શરીરમાં ચરબીનું પ્રમાણ બધે જ હોય છે અને તેને યોગ્ય પ્રમાણમાં રાખવું તે ખુબ મુશ્કેલ હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં વધારે ચરબીનું સ્તર જામી જાય તો તે શોભા નથી આપતું. તેમ ચહેરા પર પણ જો ચરબી વધારે જામી જાય તો તેને દૂર કરવી જોઈએ, અને આ રીતે કરી શકો છો તેને દૂર.

જો ચહેરા પરની ચરબી હટાવવી હોય તો વ્યક્તિએ સપ્લીમેન્ટને બદલે ડાયટમાં કેલ્શિયમ અને વિટામીન્સ વાળા ફૂડ્સને સામેલ કરવા જોઈએ. આ કરવાથી ફેશિયલ બોન્સ મજબૂત થશે, શક્ય તેટલા પ્રમાણમાં ફળનું સેવન કરવાથી લાભ થશે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જ્યારે રાતના સમયનું ભોજન કરો ત્યારે મીઠાનું વધારે પડતું સેવન કરવાનું ટાળો. કારણ છે કે મીઠામાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે અને તેને ડિટોક્સ કરવામાં મુશ્કેલી થાય છે. જંક ફૂડમાં સોડિયમ વધારે હોય છે. આ માટે રાતે જંક ફૂડ ખાવાનું ટાળો. ભોજન અને સલાડમાં ઓછું મીઠું વાપરો તે યોગ્ય છે.

જો તમારી ઊંઘ પણ પૂરી નહીં થતી હોય તો તમને સતત થાક અને તણાવનો અનુભવ થશે. તેનો પ્રભાવ તમારા બ્લડ સર્ક્યુલેશન પર પડે છે. આ કારણે શરીરમાં ફેટ જમા થવા લાગે છે. આ સિવાય તમે ફેશિયલ એક્સરસાઈઝ અને કાર્ડિયો એક્સરસાઈઝ નિયમિત રીતે કરો છો તો તમને લાભ થઈ શકે છે. આ ચહેરાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે ફેશિયલ કરાવો. ફેસ મસાજથી ચહેરામાં લોહીનો સંચાર વધે છે. આ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.