ગુલાબી ગાલ મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય
- ગાલનું જતન કરવા અપનાવો ઘરેલુ ઉપાય
- ગાલને ગુલાબી રાખવામાં છે મદદરૂપ
- કેમિકલ પ્રોડક્સની નથી જરૂર
ત્વચાને ગ્લોઇંગ અને ગુલાબી બનાવવા માટે મહિલાઓ પાર્લરમાં ઘણી ખર્ચાળ ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ આ ઉપચારની અસર લાંબા સમય સુધી જોવા મળતી નથી. એવામાં, જો તમારે પણ ગાલને ગુલાબી રાખવાની કોઈ કુદરતી રીત જોઈએ છે, તો આજે અમે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીશું. આ ટીપ્સને અપનાવવા માટે કેમિકલ પ્રોડક્ટ્સની જરૂર નથી. તો ચાલો જાણીએ આ કુદરતી પદ્ધતિઓ વિશે.
હળદર
હળદર આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આપણે ઘણા ફેસ પેક અને સ્ક્રબમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ. ગુલાબી ગાલ મેળવવા માટે દહીં, ચણાનો લોટ અને હળદરની પેસ્ટ લગાવો. આ પેસ્ટ લગાવવાથી તમારી ત્વચા નિખાર લાવશે.
ટામેટાં
ગાલોને ગુલાબી રાખવા દરરોજ ટમેટાંનું જ્યુસ પીવો. તે તમારી ત્વચાને કુદરતી રીતે ગ્લો કરવામાં મદદ કરે છે. આ સિવાય તે ત્વચાની સમસ્યાથી પણ રાહત આપે છે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો રોજ ટમેટાંનું જ્યુસ લગાવો.
ગુલાબની પાંખડીઓ
ગુલાબી ગાલ મેળવવા માટે થોડી ગુલાબની પાંખડી પીસીને તેને ગાલ પર દરરોજ લગાવો. તેનાથી તમારા ગાલ કુદરતી રીતે ગુલાબી દેખાશે.
નારંગીનું જ્યુસ
નારંગીનું જ્યુસ વિટામિન સી થી ભરપુર હોય છે. તે તમારી ત્વચાને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે. ત્વચાને રીફ્રેશ અને ગ્લોઇંગ રાખવા માટે તમે નારંગીના માસ્કનો ઉપયોગ કરી શકો છો.