સાહિન મુલતાની
- ગળું બેસી જાય તો કરો ગરમ પાણીના કોગળા કરવા
- હળદર અને મધનું સેવન ગળા માટે ફાયદાકારક
સામાન્ય રીતે ઉનાળાની સિઝન શરુ થતા જ સૌ કોઈને ઠંડા પીણા પીવાનું ખૂબ મન થાય છે, અને બને ત્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન આપણે પાણી પણ બરફ વાળું અથવા તો ફ્રીજનું ઠંડુ પીતા હોઈએ છીએ, પરિણામે ગળું બેસી જાય છે અથવા તો અવાજ ઘોઘરો થઈ જાય છે ત્યારે આવી સ્થિતિમાં આપણે એવા ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ જેથી કરીને ગળા માટે ડોક્ટરની મુલાકાત ન લેવી પડે અને સરળતાથી બેસી ગયેલો અવાજ પણ ખુલી જાય અને ગળાને રાહત પણ થાય
- જ્યારે પણ વધારે પડતું ઠંડુ પીવામાં આવે ત્યારે ગળાની સમસ્યા થતી હોય છે આવી સ્થિતિમાં આપણે સાકરનું સેવન કરવું જોઈએ, સાકરથી અવાજ ખુલે છે
- જ્યારે પણ અવાજ ઘોઘરો થઈ જાય ત્યારે 2 લવિંગ મોં માં મૂકી તેનો રસ ગળી જવો જોઈએ, દિવસ દરમિયાન આ પ્રક્રિયા 4 થી 6 વાર કરવાથી તમારા અવાજમાં ચોક્કસ ફાયદો થશે
- એક ગ્લાસ ગરમ પાણી કરીને તેમાં એક ચમચી મધ નાખીને તેનું સેવન કરવાથી પણ ગળામાં રાહત થાય છે અને અવાજ પણ સાફ બને છે.
- એક ચમચી આદુના રસમાં એક ચમચી મધ ઉમેરીને મિક્સ કરીને પીવાથી ગળામાં ચોક્કસ રાહત થશે
- એક ચમચી હળદરમાં થોડૂં મીઠું નાખી તેનું સેવન કરવાથી પણ ગળામામં આરામ મળે છે
- આ સાથે જ ગરમ પાણીમાં પણ તમે હરદળ અને મીઠૂં નાખીને કોગળા કરી શકો છો જેથી અવાજ પણ ખુલી જશે અને ગળાના દુખાવામાં રાહત થશે
- આ સાથે જ જો ગળામાં દુખાવો હોય ત્યારે ગરમ પાણીમાં અજમો અને ફૂદીનો ઉકાળીને તેનું સેવન કરવાથી દુખાવો દૂર થાય છે