શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને પોતાની હાથ પગ કે ફેશની સ્કિનની ચિંતા સતાવે છે, ખાસ કરીને ગૃહિણીઓ સવાર સાંજ કિચનના કામ પાણીના કામ કરતી હોવાથી તેમના પગની સ્કિન ખરાબ થી જતી હોય છે, જો કે શિયાળામાં ખાસ રિતે પગની સ્કિનનું ધ્યાન રાખવું જોઈએ, આજે વાત કરીશું ઘરેલું કેટલાક એવા ઉપચાર કે જેના થકી તમારા પગની સુંદરતામાં વધારો થશે, આ સાથે જ પગની સ્કિન મુલાયમ કોમળ પણ બનશે.
પગની સુંદરતા વધારવા માટે કરો આટલું
લીબું વાળા ગરમ પાણીમાં પગ પલાળવા – જ્યારે પણ તમને ફ્રી સમય મળે ત્યારે એક ડોલમાં નવશેકુ ગરમ પાણી લો, તેમાં લીબુંનો રસ ,સોડા ખાર એડ કરો, ત્યાર બાદ તેમાં શેમ્પુ નાખો આ પાણીમાં હવે 10 મિનિટ સુધી પગ પલાળીને બેસી રહો.ત્યાર બાદ પગને સાદા પાણીથી ઘોઈને બરાબર કોટનના રુમાલ વડે કોરા કરીને બોડિલોશન લગાવી લો, આ અઠવાડિયામાં 1 વાર કરવાથી તમારા પગની ડેમેજ થયેલી સ્કિન સારી બનશે
રોજ બોડિલોશન લગાવવું – દરરોજ રાત્રે સુતા પહેલા પગને પાણી વડે બરાબર ઘોઈલો, ત્યાર બાદ બોડિલવોશન લગાનીવે સુવાની આદાત રાખો જેથી રુસ્ક સ્કિન કોમળ બનશે
ગરમ પાણીથી પગ ઘોવા – બને ત્યા સુધી શિયાળામાં પગ ઘોવા માટે ગરમ પાણીનો જ પ્રયોગ કરવો,જેનાથી પગને શેક મળી રહે છે આ સાથે જ સ્કિન નરમ પડે છે.
હળદર અમે મલાઈની પેસ્ટ લગાવી મસાજ કરવો – એક વખત હળદર,મલાઈનીપેસ્ટ બનાવીને પગના ઘુંટણ સુધી લગાવીને 1- મિનિટ સુધી મસાજ કરો, આ સાથે જ પગના પંજા પર પણ માસજ કરવો, ત્યાર બાદ હુંફાળા પાણી વડે પગને ઘોઈલો, ,હળદરથી પગની સ્કિન ગ્લો કરશે અને મલાઈ મોશ્ચોરાઈઝરનું કામ કરશે
રાયના તેલથી મસાજ કરવું – રાયના તેલને નવશેકુ ગરમ કરીલો, રાત્રે સુતા પહેલા આ તેલથી પગના તળીયા સહીત ઘુંટણ સુધી માલિશ કરો, ત્યાર બાદ કોટનના ટૂવાલ વડે પગને નુછીને સુઈ જાવો, આમ કરવાથી પગના દુખાવામાં રાહત તો મળે જ છે સાથે સાથે આખા પગની સ્કિન મુલાયમ બને છે.