ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે લોક આ દિવસોમાં મોટી સંખ્યામાં ડિમેન્શિયાનો શિકાર થઈ રહ્યા છે. આ બીમારી વ્યક્તિને મેમરીને ખુબ જ અસર કરે છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિનું જીવન ખૂબ જ પરેશાનીથી ભર્યું હોય શકે છે.
ડિમેન્શિયા મેમરી લોસની સમસ્યા છે. તેના શરુઆતી લક્ષણો ખુબ જ નોર્મલ હોય છે જેમાં તમને નોર્મલ ભૂલવાની બીમારી લાગશે.તેના ઘણા કારણ હોઈ શકે છે. એવી સ્થિતિમાં જરૂરી છે પોતાના મગજને મજબૂત રાખવું.
મગજને હેલ્ધી અને બૂસ્ટ કરવા માટે જાણો એવા એક્સરસાઈઝ જેનાથી તમે તમારા મગજને મજબૂત બનાવી શકો છો.
ડિમેન્શિયાને તેની શરૂઆતમાં રોકવું જરૂરી છે. આ માટે ફિજિકલ એક્ટેવિટી ખૂબ જ જરૂરી છે. ‘ફેડરલ યુનિવર્સિટી ઓફ રિયો ડી જાનેરો’ (UFRJ) અનુસાર, એક્સરસાઈઝ કરવાથી શરીરમાં ઇરિસિનનું સ્તર વધે છે. આ ઉપરાંત, તે મેમરી લોસને ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે.
ડેલી એક્સરસાઈઝ ડિમેન્શિયાના જોખમને લગભગ 28 ટકા ઘટાડી શકે છે. ખાસ કરીને અલ્ઝાઈમરની બીમારીના કિસ્સામાં, વ્યક્તિએ એક્સરસાઈઝ કરવી જોઈએ, તેનાથી જોખમ 45% ઓછું થાય છે. 16 રિસર્ચમાં સ્પષ્ટ કર્યું છે કે એક્સરસાઈઝ અને ડિમેન્શિયા વચ્ચે ઊંડું કનેક્શન છે.
એક્ટિવ રહેવાનો અર્થ માત્ર એક્સરસાઈઝ જ નથી પણ તેનો અર્થ રમવું, દોડવું, ચાલવું પણ હોઈ શકે છે. તમે ઝડપથી ચાલવા, સફાઈ અથવા બાગકામ જેવા ઘરના કામો દ્વારા પણ સક્રિય રહી શકો છો. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રોજિંદા શારીરિક કાર્યો જેમ કે રસોઈ અને વાસણો ધોવાથી અલ્ઝાઈમર રોગનું જોખમ ઘટાડી શકાય છે.