Site icon Revoi.in

હવે પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે Covovax વેક્સિન ,DCGI એ આપી આપાત મંજૂરી  

Social Share

દિલ્હી:સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ બુધવારે જણાવ્યું હતું કે,SII ના Covovax ને DGCI દ્વારા પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કટોકટી ઉપયોગની મંજૂરી  આપવામાં આવી છે. નોવાવેક્સે વૈશ્વિક પરીક્ષણોમાં 90% થી વધુ અસરકારકતા દર્શાવી છે.

રસપ્રદ વાત એ છે કે, કોવોવેક્સ ચોથી એવી રસી છે જેને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ઉપયોગ માટે નિયમનકારી મંજૂરી મળી છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) ની મંજૂરી ગયા અઠવાડિયે COVID-19 પર CDSCO ની વિષય નિષ્ણાત સમિતિએ 12 થી 17 વર્ષની વયના લોકો માટે Covovax ને કટોકટી ઉપયોગ અધિકૃતતા (EUA) આપવાની ભલામણ કર્યા પછી આવી છે.