1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘83’ માટે એડવાન્સ બૂકિંગ જોરદાર, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘83’ માટે એડવાન્સ બૂકિંગ જોરદાર, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી

બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘83’ માટે એડવાન્સ બૂકિંગ જોરદાર, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી

0
Social Share
  • રણવીર સિંહની 83 રિલીઝ થાય તે પહેલા જ કરી રહી છે કમાણી
  • 10 કરડોની એડવાન્સ કમાણીની શક્યતાઓ
  • શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ માટે જોરદાર બૂકિંગ

મુંબઈઃ- તાજેતરમાં અભિનેતા રણવીર સિંહ ખૂબ ચર્ચામાં છે અને તેનું કારણ છે શુક્વારના રોજ રિલીઝ થનારી તેમની ફિલ્મ 83, જેને લઈને દર્શકો અત્યારથી જ ઉત્સુક જોવા મળી રહ્યા છે,દર્શકોની ઉત્સુક્તા ત્યારે જોવા મળી રહી છે કે જ્યારે આ ફિલ્મના ફર્સ્ટ શો માટે જોરદાર બૂકિંગ થયું છે, આ સાથે જ હાલ પણ બૂકિંગ શરુ જ છે.

ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતેલા પ્રથમ વર્લ્ડ કપની વાર્તાને વર્ણવતી આ ફિલ્મને લઈને ચાહકોની ઉત્તેજના એટલી છે કે આ ફિલ્મ રિલીઝ પહેલા જ 10 કરોડ રૂપિયાની કમાણી કરી શકે તેવી પુરેપુરી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર એડવાન્સ બુકિંગ શાનદાર ચાલી રહ્યું છે.

દર્શકો આ ફિલ્મ સાથે  ઈમોશનલી એટેચ થયેલા છે અને દેશભરના મલ્ટિપ્લેક્સના એડવાન્સ બુકિંગ પર નજર કરીએ તો 15 હજાર ડેટલી  ટિકિટ બુક થઈ ચૂકી છે. આ ગણિત પ્રમાણે ફિલ્મ રિલીઝ પહેલા જ 10 કરોડની કમાણી કરી શકે છે. આમ જોવા જઈએ તો તેના મ્યૂઝિક રાઈટ્સ અને OTT રાઈટ્સ પણ નિર્માતાઓને પૈસા કમાવવામાં મોટી મદદ કરશે.

પરંતુ કોઈપણ ફિલ્મ સિનેમાઘરો દ્વારા જ સૌથી વધુ કમાણી કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં, ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને કહ્યું, ‘તમે જાણો છો, 83 મારા માટે મોટી જવાબદારી છે. હું જાણું છું કે જો હું યોગ્ય નહીં કરું તો આ દેશ મને માફ નહીં કરે. રણવીર સિંહ માટે પણ આવું જ હતું.આ ફિલ્મના ટ્રેલરમાં રણવીર સિંહને જોઈને કોઈ પણ રણવીરને ભૂલી જાય છે અને આબેહુબૂ કપિલ દેવની ઈમેજ છતી થતી જોવા મળે છે,ત્યારે એ વાત સ્વાભાવિક છે કે ક્રિકેટ પ્રેમીઓ રણવીર સિંહને કપીલ દેવના લૂકમાં ચોક્કસ જોવાનું પસંદ કરશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code