Site icon Revoi.in

KGF 2 ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોરશોરમાં, દર્શકોના ઉત્સાહથી 2 હજાર સુધી પહોચ્યોં ટિકિટનો દર, 14 એપ્રિલે થઈ રહી છે રિલીઝ

Social Share

 

મુંબઈઃ- તાજેતરમાં જ સાઉથની ફિલ્મ આરઆરઆર રિલીઝ થઈ હતી જેનું એડવાન્સ બૂકિગ કરોડોમાં થયું હતું, ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મોનો સુનેમાઘરો અને દર્શકોમાં દબદબો વધતો જોવા મળી રહ્યો છે, આ પહેલા બાહુબલી, પુષ્પા જેવી ફિલ્મો સુપર હીટ રહી છે,ત્યારે હવે વધુ એક સાઉથની ચર્ચિત ફિલ્મ કેજીએફ 2 રિલીઝ થવાની તૈયારીમાં છે.કન્નડ અભિનેતા યશની બીજી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ એટલે કે ‘KGF 2’ના બમ્પર એડવાન્સ બુકિંગની સાથે, જે અખિલ ભારતીય સ્તર પર રિલીઝ થવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે દર્શકોનો ઉત્સાહ એડવાન્સ બુકિંગને આઘારે માપી યસકાય છે, અનેક મોટા શહેરોમાં ફર્સ્ટ માટે ટિકિટો બૂક થી ચૂકી છે, તો હાલ પણ આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ યથાવત જોવા મળી રહ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે એડવાન્સ બુકિંગ બાબતે કેજીએફ 2 એ આરઆરઆરને પણ પછાળી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના હિન્દી વર્ઝને હિન્દી સિનેમાની ઘણી સુપરહિટ ફિલ્મોની તુલનામાં  તે એડવાન્સ બુકિંગમાં માત આપી રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને દર્શકોમાં જોવા મળેલા ઉત્સાહને કારણે આ ફિલ્મના શો મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં સવારે 6 વાગ્યે શરૂ થવા જઈ રહ્યા છે. એવા પણ અહેવાલ છે કે દિલ્હી અને મુંબઈના અમુક સિનેમા હોલમાં તેની ટિકિટના દર પ્રતિ ટિકિટ 2 હજાર રૂપિયા થઈ ગયા છે.

લગભગ રૂ. 120 કરોડના ખર્ચે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘KGF 2’નું એડવાન્સ બુકિંગ જોરશોરમાં ચાલી રહ્યું છેફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતાને કારણે દિલ્હી અને મુંબઈના કેટલાક પસંદગીના થિયેટરોમાં ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે. મુંબઈમાં આ સ્પેશિયલ થિયેટરોની ટિકિટ 1500 રૂપિયા પ્રતિ ટિકિટના દરે બુક થઈ રહી છે, જ્યારે દિલ્હીમાં આ કિંમત પ્રતિ ટિકિટ 2 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હોવાના અહેવાલ છે. ફિલ્મ ‘KGF 2’ના પ્રથમ દિવસના પ્રથમ શો મહારાષ્ટ્રના ઓછામાં ઓછા બે શહેરો મુંબઈ અને પૂણેમાં સવારે 6 વાગ્યે શરૂ થવા જઈ રહ્યા છે.અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ ફિલ્મ માત્ર એડવાન્સ બુકિંગમાં ટિકિટના વેચાણથી 20 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે.