1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા એડીચોટીના પ્રયાસો
કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા એડીચોટીના પ્રયાસો

કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા એડીચોટીના પ્રયાસો

0
Social Share
  • મહિલાઓ અને બાળકો જ નહીં, પશુધનની સરુક્ષાને પણ એટલુ જ મહત્વ!

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ કચ્છમાં અદાણી ફાઉન્ડશેન દ્વારા યદ્ધુના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવાઈ રહી છે. આશ્રય ગૃહોમાં સૌને ફૂડ પેકેટ્સ અને તબીબી સારવારની સિવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. એટલું જ નહીં, મહિલાઓ માટે સેનેટરી પેડ અને પશુધન માટે ઘાસચારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મોબાઈલ હેલ્થકેર યુનિટ અને અદાણી હોસ્પિટલના તબીબો હાઈ એલર્ટ પર રહી સેવાઓ આપી રહ્યા છે.

નાના કપાયા અને ઝરપરાની શાળાઓ વલ્લભ વિદ્યાલય અને અહિંસાધામમાં આવશ્યક સુવિધાઓથી સજ્જ આશ્રયગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રયગૃહોમાં 12500+ ફૂડ પેકેટ્સ વિતરીત કરવામાં આવ્યાં છે. વહીવટીતત્ર સાથે સંકલન કરી દરિયાકાંઠે વસતા રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રત્યનો કરવામાં આવી રહ્યાં છે. 22 ગ્રામ પંચાયતોને આવશ્યક PPE કિટ સહિત તબીબી સહાયનો પરુવઠો પુરો પાડવામાં આવ્યો છે.

વાવાઝોડાના સંકટ બાદ સર્જેયેલી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અદાણી પોર્ટના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહ અને તેમના ધર્મપત્ની અમીબેન સમુદાયોની સેવાકીય પ્રવૃતિઓમાં જોતરાયા છે. એગ્રીપાર્ક અને એમએમ કોમ્પ્લેક્સ ખાતે તેઓએ સ્વયં જાત મુલાકાત લઈને બાળકોને ફુડ પેકેટસ, ડ્રોઈંગ બુક્સ અને ચોકલેટ્સનું વિતરણ કર્યું હતું. APLના શ્રમિકો માટે ફૂડ સિસ્ટમ સહેલી ગ્રુપ દ્વારા 30,000 જેટલા થેપલા બનાવી વિતરીત કરવામાં આવ્યા છે.

અસરગ્રસ્તોની શારિરીક અને માનસિક ચિકિત્સા માટે ફાઉન્ડશેન દ્વારા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 90થી વધારે OPD થકી દદીઓનેતબીબી નિદાન અને સારવાર પુરી પાડવામાં આવી રહી છે. વિસ્થાપિતોમાં ઘર કરી ગયેલા ચક્રવાતી તોફાનના ડરને દૂર કરવા કાઉન્સિલીગ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ અને બાળકો માટે પથારીઓ અને ગાદલાઓનુ વિતરણ કરવામાં આવ્યું છે.

છેવાડાના વિસ્તારોમાં પુરવઠાની અછત હોય ત્યારે RRWHS ટાંકીઓમાં પાણીનો સંગ્રહ તેમજ પશુધનની સુરક્ષા માટે ‘આવાજ દે’ની સુવિધાના માધ્યમથી માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશનની ટીમ દ્વારા ગામડાઓમાં પશુધન માટે ઘાસચારાના પુરવઠાની પણ તાબડતોબ વ્યવસ્થા કરવામાં આવી છે. માસિકધર્મની સ્વચ્છતાના મહત્વને ધ્યાનમાં રાખી કિશોરીઓ અને મહિલાઓને સહેલી સ્વયંસેવી સંગઠન દ્વારા તૈયાર કરાયેલા સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ઢોરઢાખર અને મશીનોનું નકુશાન વેઠી રહેલા ખેડૂતો માટે ફાઉન્ડશેન ભારોભાર સંવેદનાઓ ધરાવે છે. ધરતીપુત્રોને ધરાશાયી ભારે વૃક્ષો અને કાટમાળ હટાવવામાં જેસીબી મશીન દ્વારા મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આફતની આ ઘડીએ ફાઉન્ડશેનની ટીમ જરુરીયાતમંદોને સેવા પુરી પાડવા પ્રતિબદ્ધ છે. દરિયાકાઠે વસતા માછીમારોને સતર્ક કરવા આવાઝ દે દ્વારા સમયસર સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 10,000થી વધુ લોકોને આપત્તિકાળમાં તૈયારીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code