Site icon Revoi.in

5 અફઘાનીઓના પેટમાંથી નીકળી હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ, કિંમત 15 કરોડ રૂપિયા

Social Share

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 અફઘાની નાગરીક પેટમાં હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ લઈને પહોંચ્યા હતા. તેની કિંમત 15 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ લોકોની યોજના હેરોઈનને દિલ્હીમાં સપ્લાય કરવાની હતી.

ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસ સ્પેશયલ સેલ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટને ગુપ્તચર એજન્સી રૉમાંથી ઈનપુટ મળ્યા કે દિલ્હી એરપોર્ટ પર શંકાસ્પદ હિલચાલવાળા 5 અફઘાની નાગરીક પહોંચવાના છે. આ ઈનપુટ્સ પર બંને ટીમો એક્ટિવ થઈ અને દિલ્હી એરપોર્ટ પર જેવા તેઓ પહોંચ્યા તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

પૂછપરછમાં પાંચેય અફઘાનીઓએ ખુલાસો કર્યો છે કે તે હેરોઈનથી ભરેલી કેપ્સૂલને ગળી ચુક્યા છે. આ સાંભળીને તમામ અધિકારીઓ ચકિત થઈ ગયા. પાંચેય અફઘાનીઓને દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને જ્યાં તેમનો એક્સરે કરવામાં આવ્યો હતો, ડોક્ટરો પણ રિપોર્ટ જોઈને હેરાન થઈ ગયા હતા. આ લોકોના પેટમાંથી કેપ્સૂલ જેવી વસ્તુ હોવાના સંકેત મળી રહ્યા હતા.

પોલીસે ડોક્ટરોની મદદથી ઓપરેશન દ્વારા પાંચેય અફઘાનીઓના પેટમાંથી 5 દિવસની અંદર 370 કેપ્સૂલ જપ્ત કરી હતી. તમામ કેપ્સૂલમાં હેરોઈન ભરેલું હતું. તેની કિંમત માર્કેટમાં 15 કરોડ રૂપિયા છે. હાલ તમામના શરીરમાંથી કેપ્સૂલ કાઢી લેવામાં આવી છે.