અફઘાનિસ્તાન: કાબુલમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, 5.3 ની તીવ્રતા નોંધાઈ
- કાબુલની ઉતરે ધરા હચમચી
- ભૂકંપની તીવ્રતા 5.૩ નોંધાઈ
- લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો
દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 રહી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે 4:34 વાગ્યે ભૂકંપના આંચકાથી કાબુલની ઉત્તરે ધરતી હચમચી ઉઠી હતી. ભૂકંપના આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઇ નથી.પરંતુ આ ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
હજુ ગઈકાલે જ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૩.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરંતુ આને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.