અફઘાન, અમેરિકા અને તાલિબાનને લઈને 8 વર્ષ પહેલા જ એક બુકમાં ભવિષ્યવાણી કરાઈ હતી
દિલ્હીઃ અમેરિકી પત્રકાર ફ્રેડ્રિક મૌકાર્થી ફોર્સિથએ લગભગ 8 વર્ષ પહેલા જ અફઘાનિસ્તાનમાં હાલની પરિસ્થિતિ અંગે ભવિષ્યવાણી કરી હતી. વર્ષ 2013માં આવેલી તેમની બુક ‘ધ કિલ લિસ્ટ’ના એક અધ્યાયમાં લખ્યું છે કે, એક દિવસ આવશે જ્યારે અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનથી વાપસી કરશે અને તાલિબાની શાસન આવશે. તેમજ તેમણે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકી સૈનિકોની વાપસીની તા. 31મી ઓગસ્ટ નક્કી કરી હતી. અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાનોએ ઉજવણી પણ કરી હતી.
પુસ્તકના 9માં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે, તાલિબાનનો ફરી એકવાર અફઘાનિસ્તાન ઉપર કબજો હશે. આતંકવાદીઓ અને પાકિસ્તાનના આઈએસઆઈ વચ્ચેના જુના સંબંધ પુરા નથી થયાં, આઈએસઆઈએ જ તાલિબાનને ઉભુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કરવામાં આવેલી ભવિષ્યવાણી ઉપર નજર છે. અત્યારે સમય ભલે અમેરિકાનો હોય પરંતુ અફઘાનો પાસે પુરો સમય છે. એક દિવસ અમેરિકા પોતાનો સામાન સમેટીને અફઘાનિસ્તાનથી નીકળી જશે. ત્યારે ફરી તાલિબાનો અફઘાનિસ્તાનને જીતી લેશે.
આ ઉપન્યાય કાલ્પનિક ઘટનાઓ ઉપર આધારિત છે પરંતુ તેમાં અફઘાનિસ્તાનમાં તાલિબાની સંકટને લઈને ભારતની સાથે પાકિસ્તાનની સ્થિતિ ઉપર પણ વાત કરવામાં આવી છે. પાકિસ્તાન પણ બે સીમા ઉપર ભારત અને અફઘાનિસ્તાન જેવા દુશ્મનની આશા નથી રાખતું, તેમના માટે એક જ દુશ્મન કાફી છે અને તે છે ભારત. અફઘાનિસ્તાનથી સોવિયત સંઘના પરત ફર્યા બાદ 1990ના સમયમાં ઉત્તરી પાકિસ્તાનમાં તાબિલાન (પશ્તૂન ભાષાના વિદ્યાર્થીઓ) સામે આવ્યું હતું.