- અફ્ઘાનિસ્તામાં તાલિબાન શાસનના 100 દિવસ
- દેશમાં સર્જાઈ અનેક સમસ્યા
- ભૂખમરાની કગાર પર અફ્ઘાનિસ્તાન
દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન દ્વારા સત્તાને હાંસલ કરી લેવામાં આવી, તેને લઈને અનેક જાણકારો દ્વારા આગાહી કરી દેવામાં આવી હતી કે આ દેશનું ભવિષ્ય હવે અંધારામાં છે. તે વાત હવે સાચી પડી રહી હોય તે લાગી રહ્યું છે. હાલ તાલિબાનને સત્તામાં આવે 100 દિવસ થઈ ગયા છે પરંતુ દેશમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી.
તાલિબાનના રાજમાં લોકો ગરીબી રેખાની નીચે આવી રહ્યા છે, વિદેશોમાંથી મળતી સહાયને રોકી દેવામાં આવી છે. આ કારણોસર કેટલાક વિસ્તારોમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કેટલાક લોકો રોજગારીને લઈને ચિંતામાં છે કે તેમની પાસે હવે કોઈ કામ રહ્યું નથી અને તેના કારણે ગુજરાન ચલાવવું પણ અઘરું પડી રહ્યું છે.
તાલિબાને આ વર્ષે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ત્યારથી ત્યાંની સ્થિતિ વણસી રહી છે. આ 100 દિવસમાં અફઘાનિસ્તાન ફરી 1990ના દાયકામાં ફરી ગયું છે.
15 ઓગસ્ટના રોજ જ્યારે અમેરિકન શસ્ત્રોથી સજ્જ તાલિબાન લડવૈયાઓ કાબુલ પર કબજો કર્યો હતો. પછી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા હતા. અફઘાનિસ્તાનમાં આતંકના આ પુનઃ પ્રવેશની તસવીર આખી દુનિયામાં જોવા મળી હતી. આના થોડા સમય પહેલા તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ એક નાનકડું ભાષણ આપ્યું અને લોકોને નિરાધાર છોડી દેશની બહાર ચાલ્યા ગયા. તાલિબાનના કાબુલ પર કબજો કર્યા પછી, યુએસ અને નાટો દળોને પાછા ખેંચવાનું કામ ઝડપી બન્યું, અને અંતે 20 વર્ષ પછી યુએસ દળોએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી.