Site icon Revoi.in

અફઘાનિસ્તાન: ગોળીબારથી ત્રણ વિદેશી સહિત ચાર લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં મોડી રાત્રે કેટલાક બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં ત્રણ વિદેશી સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે. મોડી સાંજે થયેલા આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. તાલિબાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલામાં ચાર વિદેશીઓ સહિત અન્ય સાત લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે તપાસ ચાલુ છે. મોડી સાંજે થયેલા આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીના જણાવ્યા અનુસાર હુમલામાં ચાર વિદેશીઓ સહિત અન્ય સાત લોકો ઘાયલ થયા છે. તેણે વિદેશીઓની રાષ્ટ્રીયતાનો ઉલ્લેખ કર્યો નથી.

ફાયરિંગની ઘટનાના સંબંધમાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અંધાધૂંધ ગોળીબારમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીના જણાવ્યા અનુસાર, હુમલામાં ચાર વિદેશી નાગરિકો સહિત સાત અન્ય લોકો પણ ઘાયલ થયા છે. ઘાયલ વિદેશી નાગરિકો અંગે હજુ સુધી નક્કર માહિતી બહાર આવી નથી.