અફઘાનિસ્તાન: મિની વેનમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત
નવી દિલ્લી: અફઘાનિસ્તાનના કાબૂલ શહેરમાં બોંબ બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાસ્ટ એક મિનીવેનમાં થયો છે જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે તો સાથે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
જો કે આ વિસ્તાર શિયા મુસ્લિમોની બહુમતીવાળો વિસ્તાર છે. પશ્ચિમ કાબુલમાં એક જ માર્ગ પર બે કિલોમીટરના અંતરે ઊભેલી બે મિનિ વેનમાં થયેલા વિસ્ફોટમાં કયા પ્રકારનો બોંબ વપરાયો એ સ્પષ્ટ થયું નથી. કોઇએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
આ ઘટનામાં જ્યારે પ્રથમ વિસ્ફોટ થયો ત્યારે છ જણનાં મોત થયા, જ્યારે બે જણ ઘાયલ થયા, બીજા વિસ્ફોટમાં એક જણનું મોત થયું અને ચાર જણ ઘવાયા હતા. જ્યાં વિસ્ફોટ થયો એ વિસ્તારમાં મોટાભાગે લઘુમતી હઝારા વંશીય જૂથના લોકો રહે છે. અને તેઓ મોટા ભાગે શિયા મુસ્લિમો છે.
આ ઉપરાંત અમેરિકા અને ‘નાટો’ એમની અફઘાનિસ્તાનમાંના દળો પાછા ખેંચી રહ્યા છે, જે કામ સપ્ટેમ્બર સુધી ચાલવાની શક્યતા છે.
જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પરત ફરશે અને અફધાનિસ્તાન માટે નવા પડકાર ઉભા થશે. અફઘાનિસ્તાનનું અંદરનું વાતાવરણ વધારે પ્રભાવિત થઈ શકે તેમ છે.
આગળ જાણકારો દ્વારા તે પણ ઉમેરવામાં આવ્યું કે અમેરિકા માટે એક મોટી ચેલેન્જ સાબિત થઈ છે અને જો વાત કરવામાં આવે અન્ય દેશોની તો અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પરત ફરશે તેની સાથે જ અન્ય દેશોનું અફઘાનિસ્તાન પર પ્રભુત્વ વધી શકે તેમ છે.