Site icon Revoi.in

અફ્ધાનિસ્તાન: તાલિબાનો ચોકી પર કબજો જમાવવા ગયા અને મળ્યા 300 કરોડ રૂપિયા

Social Share

નવી દિલ્લી: અમેરિકાના અફ્ઘાનિસ્તાન છોડવાના નિર્ણય બાદ અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન એવી રીતે આઝાદ થઈ ગયું છે જાણે હવે તેને કોઈનો ડર રહ્યો જ નથી. તાલિબાન દ્વારા હવે સુરક્ષા ચોકીઓ પર પણ કબજો જમાવવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાન નજીક આવેલી ચોકી પર કબજો જમાવવા જતા 300 કરોડ પાકિસ્તાની રૂપિયા પણ મળ્યા.

અફ્ઘાનિસ્તાનમાં સતત વધી રહેલા તાલિબાનના પ્રભુત્વને લઈને સમગ્ર વિશ્વ ચિંતામાં છે. તાલિબાન હવે ત્યાં દરેક સ્થળો પર પોતાનો પગપેસારો કરી રહ્યો છે અને હવે સુરક્ષા ચોકીઓ પર પણ કબજો કરી રહ્યું છે. અફઘાનિસ્તાનની 85 ટકા જમીન પર કબજો મેળવી ચુકેલું તાલિબાન  દિવસેને દિવસે પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. તાલિબાન રોજ અફઘાનિસ્તાનની સેનાની ચોકીઓ પર કબજો કરી રહ્યા છે.

જો કે આ પ્રકારનો દાવો પાકિસ્તાનની મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું કે તાલિબાન અત્યારે અફ્ઘાનિસ્તાનમાં તમામ ચોકી અને સ્થળો પર પોતાનું પ્રભુત્વ જમાવી રહી છે અને તાલિબાનના ડરથી અફ્ઘાનિસ્તાનની સેના ચોકી મુકીને ભાગી પણ રહી છે. ત્યારે પાકિસ્તાનની નજીક આવેલી ચોકી પર જ્યારે તાલિબાન કબજો જમાવવા આવ્યું ત્યારે પાકિસ્તાની ચલણના 300 કરોડ રૂપિયા મળ્યા છે.

તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાત કબૂલી છે. ઘટના કંધાર જિલ્લાના વોલ્ડાકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસિંગ પર બનેલી ચેક પોસ્ટની છે.

ચોકી પર કબજો જમાવતા જ તાલિબાનીઓએ સૌથી પહેલા અફઘાનિસ્તાનનો ઝંડો હટાવ્યો અને પોતાના ઝંડો લગાવ્યો હતો. આ ચોકીને રણનિતીક રીતે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડરને આસાનીથી ક્રોસ કરી શકાય છે. તેને બોલ્ડાક-ચમન કંધાર રોડ કહેવામાં આવે છે. હવે તેના પર તાલિબાનનો કબજો થઇ ગયો છે. પાકિસ્તાનની સેનાએ કન્ફોર્મ કરી દીધું છે કે ચોકી પર તાલિબાનનો કબજો થઇ ગયો છે.