Site icon Revoi.in

અફઘાનિસ્થાનઃ પાકિસ્તાને ઘઉંની મોકલેલી મદદથી તાલિબાની અધિકારીઓ નારાજ

Social Share

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં લોકો ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં ખોરાકની અછત એક મોટી સમસ્યા છે. ભારત અફઘાનિસ્તાનને સતત મદદ કરી રહ્યું છે. ભારતે 2,000 મેટ્રિક ટન ઘઉંનો બીજો માલ પાકિસ્તાની ભૂમિ માર્ગે અફઘાનિસ્તાન મોકલ્યો હતો. પાકિસ્તાને પણ ભારતની દેખાદેખીમાં અફઘાનિસ્તાનને મદદ મોકલી છે. પરંતુ પાકિસ્તાને મોકલેલા ઘઉંના કન્સાઈનમેન્ટે લઈને નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં અત્યંત નબળી ગુણવત્તાના ઘઉં મોકલ્યા છે.

આ વાતનો ખુલાસો ખુદ તાલિબાન અધિકારીઓએ કર્યો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાન અધિકારીઓ પાકિસ્તાનના ઘઉં અંગે ફરિયાદ કરી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘તાલિબાનના અધિકારીઓ કહી રહ્યા છે કે પાકિસ્તાનથી મોકલવામાં આવેલ ઘઉં ખૂબ જ ખરાબ ગુણવત્તાના છે જ્યારે ભારતીય ઘઉં તેના કરતા ઘણા સારા છે. ભારતે ગયા મહિને માનવતાવાદી સહાય તરીકે અફઘાન લોકોને ઘઉં મોકલવાનું શરૂ કર્યું હતું.

ગયા વર્ષે 24 નવેમ્બરે આ અંગે ઈસ્લામાબાદ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. પાકિસ્તાને એવા સમયે અફઘાનિસ્તાનમાં હલકી ગુણવત્તાના ઘઉં મોકલ્યા છે જ્યારે ઈમરાન ખાન ઘઉંની ડીલ કરીને રશિયાથી પરત ફર્યા છે. રશિયાના પ્રવાસે ગયેલા ઈમરાન ખાને વ્લાદિમીર પુતિન સાથે ઘઉં અને કુદરતી ગેસની ડીલ કરી છે. ઈમરાન ખાને જાહેરાત કરી છે કે તેણે ગયા ગુરુવારે પુતિન સાથે મુલાકાત કર્યા પછી લગભગ 20 લાખ ટન ઘઉં અને કુદરતી ગેસની આયાત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.