આફ્રીકન સ્વાઈન ફિવરે દેશમાં આપી દસ્તક – કેરળમાં બે કેસ મળી આવતા 300 સુવરને મારવાના અપાયા આદેશ
- આફ્રીન સ્વાઈન ફિવરે દેશમાં આપી દસ્તક
- કેરળમાં મળી આવ્યો કેસ
- 300 જેટલા સુવરોને મારવાનો અપાયો આદેશ
દિલ્હીઃ- એક બાજૂ બદેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે તો બીજી તરફ આજે મંરિપોસ્કનો ત્રીજો કેસ નોંધાયો છે તો વળી ત્રીજી તરફ હવે દેશમાં આફ્રીકન સ્વાઈન ફીવરે પણ દસ્તક આપી છે જેને લઈને કેરળનું તંત્ર એલર્ટ બન્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેરળના વાયનાડ જિલ્લાના માનંતવડી ખાતેના બે પશુપાલન કેન્દ્રોમાં ‘આફ્રિકન સ્વાઈન ફીવર’ ના કેસો નોંધાયા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝ, ભોપાલ ખાતે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદ જિલ્લાના બે પશુપાલન કેન્દ્રોના શુવરમાં આ રોગની પુષ્ટિ થઈ હતી.
પશુપાલન વિભાગના એક અધિકારીએ માહિતી આપી હતી કે એક કેન્દ્રમાં કેટલાય સુવરના મૃત્યુ પછી નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તેના પરિણામથી આ તાવની પુષ્ટિ થઈ છે. બીજા સેન્ટરમાં 300 સુવરોને મારવાના આદેશ અપાયા છે. વિભાગે કહ્યું કે રોગના ફેલાવાને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ સાથએ જ કેટલીક મહત્વની સુચનાઓ પણ અપાઈ છે જેમ કે અસરગ્રસ્ત વિસ્તારમાં સુવરની અવરજવર અને હિલચાલ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કોઈપણ સુવરના માસના વેચાણ આયોજન કરવા પર પણ પ્રતિબંધ હશે.આ સાથએ જ તેના માસમાંથઈ બનતી વ્સતુઓના વેચાણ પણ પ્રતિબંધ રખાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓ ચેપગ્રસ્ત વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરશે. આ સાથે જંતુમુક્ત કરવાનું કામ પણ કરવામાં આવશે.પશુપાલન વિભાગ સુવરની સારવાર અને રોગ માટે જાગૃતિના કાર્યક્રમો કરશે. આ કવાયત શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં કરવામાં આવશે.આ રીતે અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.