અરુણાચલ પ્રદેશમાં 100 વર્ષ બાદ BSI ના સંશોધકોએ લિપ્સિટકના વૃક્ષની શોધ કરી
- એક સદી બાદ શોધાયું આ વૃક્ષ
- લિપ્સ્ટિક વૃક્ષની અરુણાચલ પ્રદેશમાં શોધ
100 વર્ષ કરતા પણ વધુ સમય બાદ બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા ના સંશોધકોએ અરુણાચલ પ્રદેશના દૂરના અંજુ જિલ્લામાં એક દુર્લભ છોડની શોધ કરી છે. તેને ‘ઇન્ડિયન લિપસ્ટિક પ્લાન્ટ’ કહેવામાં આવે છે.અન્ય અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી આઇઝેક હેનરી બર્કિલ દ્વારા અરુણાચલ પ્રદેશમાંથી એકત્ર કરાયેલા છોડના નમુનાઓના આધારે 1912માં બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી સ્ટીફન ટ્રોયટ ડન દ્વારા આ છોડને સૌપ્રથમ ઓળખવામાં આવ્યો હતો.
BSI વૈજ્ઞાનિક ક્રિષ્ના ચૌલુએ આ શોધ વિશે ‘કરંટ સાયન્સ જર્નલ’માં પ્રકાશિત એક લેખમાં જણાવ્યું હતું કે, “એસ્કિનેન્થસ જીનસ હેઠળની કેટલીક પ્રજાતિઓને ટ્યુબ્યુલર લાલ કોરોલાની હાજરીને કારણે લિપસ્ટિક છોડ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ચૌલુએ ડિસેમ્બર 2021માં અરુણાચલ પ્રદેશમાં ફૂલોના અભ્યાસ દરમિયાન અંજુ જિલ્લાના હુઈલિયાંગ અને ચિપ્રુમાંથી ‘એસ્કિનાન્થસ’ના કેટલાક નમુનાઓ એકત્રિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા અને તાજા નમુનાઓના અભ્યાસથી પુષ્ટિ થઈ છે કે નમૂનાઓ એસ્ચિનાન્થસ મોનેટેરિયાના છે, જે 1912માં બર્કેલ પછી ભારતમાં ક્યારેય પ્રાપ્ત થયા ન હતા.
લેખના સહ-લેખક ગોપાલના જણાવ્યાપ્રમાણે, એસ્ચિનાન્થસ જાતિનું નામ ગ્રીક એસ્કિની અથવા એસ્કીન અને એન્થોસ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે શરમ અથવા અકળામણની લાગણી અને એન્થોસ એટલે ફૂલ. આ છોડ ભેજવાળા અને સદાબહાર જંગલોમાં 543 થી 1134 મીટરની ઉંચાઈએ ઉગે છે. તેના ફૂલ અને ફળનો આવવાનો સમય ઓક્ટોબર અને જાન્યુઆરી વચ્ચેનો છે.ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરએ અહીં આ પ્રજાતિઓને ‘લુપ્તપ્રાય’ તરીકે આંકી છે