Site icon Revoi.in

પાવગઢ મંદિરમાં ચોરીના 11 દિવસ બાદ હવે કાલે ગર્ભગૃહને શુદ્ધ કરાશે

Social Share

પાવાગઢઃ શક્તિપીઠ ગણાતા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બનતા શ્રદ્ધાળુઓમાં ભારે આઘાતની લાગણી જોવા મળી હતી. પ્રથમ તો ચોરીના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે સઘન તપાસ કરીને મુદ્દામાલ સાથે ચોરને ઝડપી લીધો હતો, હવે મંદિર ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહને શુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી દર્શને આવતા યાત્રાળુઓ માટે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે, કે આવતીકાલે 8 નવેમ્બર 2024ના શુક્રવારના દિવસે દર્શનાર્થીઓ માટે નિજ મંદિરના દ્વાર સાંજે 4:00 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવામાં આવશે.

પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર મા મહાકાળી માતાજીના શૃંગારના અલંકારોની ચોરી ઝડપાઇ ગઈ છે, ત્યારે મંદિરના ગર્ભગૃહ અને તેમાં રહેલી માતાજીની પાદુકા, ત્રિશૂળ સહિત પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શુદ્ધિકરણ કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ માટે શુક્રવાર 8 નવેમ્બરના દિવસે નિજ મંદિરના દ્વાર સાંજે 4 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે અને જે પુનઃ બીજા દિવસે એટલે કે શનિવાર 9 નાબેમ્બરના સવારે 6 વાગ્યા પછી ખોલવામાં આવનાર હોવાની જાહેરાત શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

મંદિરના ગર્ભગૃહમાં ચોર દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હોવાથી ગર્ભગૃહને શુદ્ધ કરવામાં આવશે અને સાથે માતાજીની પ્રતિમાઓ અને ગર્ભગૃહમાં રાખવામાં આવતી તમામ સામગ્રીઓને પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ કરવામાં આવશે..