Venus Transit, Guru Gochar: દેવ ગુરુ જલ્દીથી રાશિ પરિવર્તન કરવાના છે. મે માસની શરૂઆતમાં જ ગુરુ પોતાની રાશિ બદલશે. 1 મેના દિવસે બૃહસ્પતિ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તેઓ પ્રેમ અને સમૃદ્ધિના કારક શુક્રની સાથે અહીં જોવા મળશે. 19 મેના રોજ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના એન્ટર થતા જ ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે, જે બેહદ લાભકારી માનવામાં આવે છે. વૃષભ રાશિમાં ગુરુ-શુક્રની યુતિ બાર વર્ષ બાદ બનશે. આ યુતિ 11 જૂન સુધી રહેશે.
આવો જાણીએ કે ગુરુ અને શુક્રની યુતિથિ બનેલો ગજલક્ષ્મી યોગ કઈ રાશિઓને માલામાલ બનાવશે
મેષ રાશિ-
ગજલક્ષ્મી રાજયોગના નિર્માણથી મેષ રાશિવાળાને ઘણો ફાયદો થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી વેપારમાં તમને નફો થશે. ધન આગામનનો યોગ બની રહ્યો છો. પરંતુ ખર્ચાઓ પર તમારે પકડ બનાવવી પડશે. મન ખુશ રહેશે. સ્વાસ્થ્ય પણ દુરસ્ત રહેશે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે.
સિંહ રાશિ-
સિંહ રાશિ વાળા માટે વૃષભ રાશિમાં બની રહેલો ગજલક્ષ્મી રાજયોગ બેહદ લાભકારી સાબિત થઈ શકે છે. ગજલક્ષ્મી યોગના નિર્માણથી તમારી આવક વધવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ઘરપરિવારનો માહોલ ખુશનુમા રહેશે. વેપારની દ્રષ્ટિથી પણ આ ગોચર શુભ માનવામાં આવે છે.
કર્ક રાશિ-
ગુરુ અને શુક્રની યુતિથી બનનારો ગજલક્ષ્મી રાજયોગ કર્ક રાશિવાળાઓ માટે શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં નવા મુકામ પ્રાપ્ત કરવાના ઘણાં મોકા મળી શકે છે. તો ફસાયેલું ધન પણ પાછું મળશે. સ્વાસ્થ્ય દુરસ્ત રહેશે. સિંગલ લોકોની લાઈફમાં કોઈને કોઈ નવા શખ્સની એન્ટ્રી થવાની સંભાવના છે.
(ડિસ્કેલમર – આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરી રહ્યા નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ જરૂર લો)