દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી શુક્રવારે ટ્રેનથી ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પોતાના સ્થળ પહોંચશે. જ્યાં તેઓ મિત્રો અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરનારા સહપાઠિયોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા જ કાનપુર રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ ઉપર આવાગમન બંધ કરાશે. 15 વર્ષ બાદ પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશે. વર્ષ 2006માં તત્કાલિકન રાષ્ટ્રપતિ કલામજીએ રેલવે યાત્રા કરી હતી.
રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર, તેઓ પહેલા જ ટ્રેનમાં પ્રવાસ કરવા માંગતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આ શક્ય બન્યું ન હતું. રાષ્ટ્રપતિ કોવિંદજી વિશેષ ટ્રેનથી દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી 25મી જૂનના રોજ કાનપુર જવા રવાના થશે. તેઓ સાંજના કાનપુર પહોંચશે. વિશેષ ટ્રેન બે જગ્યાએ ઉભી રહેશે. પ્રથમ ઝીંઝક અને કાનપુર ગ્રામ્યના રૂરામાં ઉભી રહેશે. આ બંને સ્થળ તેમના ગામ પરૌંખની નજીક છે. અહીં તેઓ પોતાના પરિચીતો સાથે મુલાકાત કરશે.
આ પહેલા વર્ષ 2006માં તત્કાલિક રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામજીએ વિશેષ ટ્રેનમાં દિલ્હીથી દહેરાદૂનનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેઓ બારતીય સૈન્ય એકેડમીના પાસિંગ આઉટ પરેટમાં સામિલ થયાં હતા.
રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદજી તા. 25મી જૂનના રોજ રાંજે પહોંચશે. તા. 27મી જૂનના રોજ ગામમાં બે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. 28મી જૂનના રોજ કોવિંદજી કાનપુર સેન્ટ્રેલથી આ ખાસ ટ્રેનમાં બે દિવસની યાત્રા કરીને લખનૌ જશે. તા. 29મી જૂનના રોજ તેઓ હવાઈ માર્ગે દિલ્હી પહોંચશે.