Site icon Revoi.in

2 વર્ષ બાદ ભારત આજથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે, કોરોનાને કારણે હતી પાબંધી   

Social Share

દિલ્હી:આજથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે.આ માટે દેશના એરપોર્ટ અને એરલાઇન કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની રજૂઆત સાથે આ ક્ષેત્ર વિકાસની ઉડાન ભરવામાં મદદ કરશે.ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન એટલાન્ટિક જેવી વિદેશી એરલાઇન્સ પણ નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન 23 માર્ચ 2020થી બંધ કરવામાં આવ્યું હતું. કોવિડ-19 મહામારીની પ્રથમ લહેરના આગમન સાથે તેને રોકી દેવામાં આવ્યું અને સમય જતાં પ્રતિબંધ વધતો ગયો. પરંતુ હવે તે પ્રતિબંધ ખતમ થઈ ગયો છે.ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આજથી નિયમિતપણે શરૂ થઈ ગઈ છે.

જોકે કોરોના સમયગાળા દરમિયાન પણ કેટલાક દેશો સાથે બાયો-બબલ વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે, તે મર્યાદિત વ્યવસ્થા છે. દેશના સૌથી મોટા એરપોર્ટ IGIAનું સંચાલન કરનાર કંપની ડીઆઈએએલએ આશા વ્યક્ત કરી છે કે,અહીંથી 60 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે.DGCA અનુસાર, 40 દેશોની 60 એરલાઈન્સને ઉનાળા દરમિયાન ભારતમાં અને ત્યાંથી 1,783 ફ્રીક્વન્સી ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉનાળાનો કાર્યક્રમ 27 માર્ચથી 29 ઓક્ટોબર સુધી અમલી રહેશે.