20 વર્ષ બાદ સૌથી વિનાશકારી સુર્ય તુફાન પૃથ્વીથી અથડાયું
નવી દિલ્હીઃ બે દશકો બાદ સૌથી શક્તિશાળી સૌર તુફાન (Solar Storm) પૃથ્વીની ધરી સાથે અથડાયું હતું. તેના કારણે અમેરિકાના બ્રિટેનનું આકાશ અનોખા રંગનું જોવા મળ્યુ હતું. અમેરિકાની રાષ્ટ્રીય સમુદ્રીય અને વાયુમંડળ પ્રશાસને (NOAA) આ ચુંબકિય તુફાને G5 શ્રેણીનું દર્શાવ્યું છે. જીઓમેગ્નેટિક તુફાનને G1 થી G5 ના સ્કેલ પર માપવામાં આવે છે, જેમાં G5 તોફાનનું સૌથી ભયાનક સ્તર માનવામાં આવે છે. NOAA એ ચેતવણી આપી છે કે સૂર્યના આ જીઓમેગ્નેટિક તોફાનના કારણે પૃથ્વી પરના ઉપગ્રહો અને પાવર ગ્રીડને અસર થઈ શકે છે. જેના કારણે સંદેશાવ્યવહાર ખોરવાઈ શકે છે અને ઘણા વિસ્તારો અંધરાપડ છવાઈ જશે.
અમેરિકન નાસા (NASA) ની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (Solar Dynamics Observatory) એ સૂર્યમાં આ વિસ્ફોટની તસવીર કેપ્ચર કરી છે. NASA એ જણાવ્યું હતું કે 10 મે, 2024 ના રોજ સૂર્યએ એક તેજસ્વી જ્વાળા (Solar Storm) બહાર કાઢી હતી. સૂર્યની જ્વાળા (Solar Storm) ઓમાં વધારો થવાને કારણે કોરોનામાંથી પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રોના કારણે coronal mass ejection નો ઉદભવ થયો હતો.
એક અહેવાલ આધારિત દર 11 વર્ષે સૂર્ય તેની સપાટી પરના સનસ્પોટ્સની માત્રા સાથે જોડાયેલી સૌર પ્રવૃત્તિના નીચા અને ઉચ્ચ સ્તરનો અભ્યાસ કરે છે. સૂર્યનું મજબૂત અને સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર આ અંધારિયા પ્રદેશોને ચલાવે છે. તેમાં કેટલાક પૃથ્વીના સમાન અથવા તેનાથી પણ મોટા હોઈ શકે છે. જીઓમેગ્નેટિક વાવાઝોડાને કારણે Northern lights માં તીવ્ર વધારો થયો છે, જે US થી Britain સુધી જોવા મળી છે.
નાસા (NASA) એ જણાવ્યું હતું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગ્રહ પરના જીવનને અવકાશના કિરણોત્સર્ગથી સુરક્ષિત કરે છે. જોકે, સ્પેસ સ્ટેશન પૃથ્વીથી આશરે 400 કિલોમીટર ઉપર ભ્રમણ કરે છે. તેમ છતાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની નિકટતાને કારણે તેને રક્ષણ મળે છે. સૌર જ્વાળાને પૃથ્વી સુધી પહોંચવામાં 8 મિનિટ લાગે છે.