- 34 વર્શ બાદ બદલાઈ શિક્ષણ નીતિ
- અનેક ફેરફારો અભ્યાસ ક્રમમાં કરવામાં આવશે
- શાળા અને કોલેજની વ્યવસ્થામાં ખાસ બદલાવ કરવામાં આવ્યા
- વિદ્યાર્થી એક કોર્ષમાંથી સિમિત સમય માટે બ્રેક લીને બીજા કોર્ષ કરી શકશે
મોદી સરાકરે નવી શિક્ષા નીતિને મંજુરી આપી દીધી છે.બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામા આવ્યો હતો.કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું હતું કે,34 વર્ષના લાંબા સમય પછી ભારતમાં નવી શિક્ષા નીતિ આવી છે.જેમાં શાળા અને કોલેજની વ્યવસ્થામાં ખાસ બદલાવ કરવામાં આવ્યા છે
પ્રકાશ જાવડેકર દ્રારા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજુરી આપવામાં આવી હતી,છેલ્લા 34 વર્ષથી શિક્ષણ પધ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નહોતો,મંત્રીએ જણાવ્યું કે સરકારે શિક્ષા નિતીને લઈને બે સમિતિની રચના કરી હતી,જેમાં એક ટીએસઆર અને બીજી ડો,કે કસ્તૂરી રંગન સમિતિ બનાવવામાં યાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,શિક્ષા નીતિના બદલાવ અર્થે મોટા પાયે અનેક સલાહ લેવામાં આવી છે,જેમાં 2.5 લાખ ગ્રામ પંચાયતો 6600 બ્લોક્સ અને 676 જીલ્લાઓની સલાહ લેવામાં આવી છે,સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે,નવી શિક્ષણ પધ્ધતિ હેઠળ જો કોઈ પણ વિદ્યાર્થી બીજો કોર્ષ કરવા માંગતો હોઈ તો તે તેના પ્રથમ કોર્ષમાં સિમિત સમય માટે બ્રેક લઈને બીજો કોર્ષ પણ કરી શકશે,સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે,શિક્ષણ જગતની આ નવી પધ્ધતિને લઈને મોટા પાયે ચર્ચા વિચારણા કરવામાં આવી છે,
સાહીન-