- રામભગવાનને ચાંદીના હિંચકે ઝુલાવાયા
- 493 વર્ષ બાદ શ્રાવણ મહિનાનો આ અવસર જોવા મળ્યો
લખનૌઃ- અયોધ્યા ભગવાન રામની ભુમિ પર કાલનો દિવસ ખાસ બન્યો હતો, વિતેલા દિવસને 13 ઓગસ્ટની શ્રાવણ શુક્લ પક્ષ પંચમીની તારીખ રામનગરી માટે ખાસ બની છે, કારણ કે લગભગ 493 વર્ષ પછી રામલલા સાવન મહિનામાં પ્રથમ વખત ચાંદીના ઝૂલ પર બિરાઝમાન થયા છે. રામલલાના મુખ્ય અર્ચકે બ્રહ્મ મુહૂર્તમાં જ વિશેષ પૂજા સાથે રામલલા સહિતના ચાર ભાઈઓને ચાંદીના જડિત હિંડોળામાં બેસાડ્યા. આ શુભ પ્રસંગને વિશેષ બનાવવા માટે, સમગ્ર ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું,રામલલા સરકારને ચાંદીના હિંડોળા પર બેઠેલા જોઈને ભક્તોને પણ સદીઓ બાદ આ આનંદ પ્રાપ્ત થયો હતો.
વહેલી સવારે 6.30 વાગ્યે સવારની આરતી બાદ, સાત વાગ્યે ગર્ભગૃહનો દરવાજો ખોલતાની સાથે જ રામલલાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. જય શ્રી રામના નાર સાથે, ભક્તો ચાંદીના હિંડોળા પર બેઠેલા તેમના રામલલાને જોવા માટે ઉત્સુક બન્યા હતા. શ્રી રામ લલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે શ્રી રામ લલાના રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 21 કિલો ચાંદીનો હિંચકો
પરંપરા મુજબ, શ્રાવણ શુક્લ પક્ષ પંચમી પર 13 ઓગસ્ટના રોજ, પૂજા અને આરતી પછી, રામલલા સાથે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નને ઝૂલવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે પંચમી તિથીથી શ્રાવણ પૂર્ણિમા સુધી રામલલાના દરબારમાં ઝુલાનોત્સવજોવા મળશે. તેમણે સૌપ્રથમ રામલલાને ચાંદીના ઝુલા પર ઝુલાવ્યા હતા તે દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા.
વર્ષો બાદ આ અવસર જોવાનો લ્હાવો અનેરો હતો,તેમણે કહ્યું કે આ દિવસને ખાસ બનાવવા માટે, સમગ્ર ગર્ભગૃહને ફૂલોથી સજાવટ કરીને ભવ્યતા આપવામાં આવી છે. રામલલામાં પુરી, શાકભાજી,કચોરી, ખીર, મીઠાઈ, ફળો વગેરેનો વિશેષ પ્રસાદ આપીને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. દરરોજ સાંજે એક કલાક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. રામલલાનો દરબાર સદીઓ પછી ગુંજી ઉઠશે. ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય, ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રા અને વહીવટી અધિકારીઓએ પણ રામલલાને ઝુલાવીને પોતાનું જીવન ઘન્ય કર્યું હતું.