Site icon Revoi.in

અમદાવાદમાં 3 દિવસના વિરામ બાદ ફરી આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી-વાજગીજ સાથે ભારે વરસાદ શરુ

Social Share

અનદાવાદ- છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે રવિવારના રોજ અમદાવાદમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જો કે ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો ,જો કે આજે ગુરવારની સવારથી જ સમગ્ર શહેરમાં વાજગીજ સાથે ભારે વરસાદ શરુ થયો છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે વરસાદે સમગ્ર અમદાવાદને જળબંબાકાર સ્થિતિમાં ફેરવ્યું હતુ હજી કેટલાક વિસ્તારોમાં રવિવારના પાણી ઓસર્યા નથી ત્યા તો ફરી આજે સવારથી જ વરસાદે બીજી ઈનિંગ શરુ કરી છે.વાજગીજ અને પવન સાથે વરસી રહેલા વરસાદે ફરી એક વાર અમદાવાદને ચેતવણીના સંકેત આપ્યા છે.

આજે વહેલી સવારથી જ કાળા ઘટ્ટ વાદળો છવાયા હતા ,આજની સવાર જાણે કાળી બની હતી અને સવારે 7 વાગ્યાથી ઘીમીધારેલવરસાદે વરસવાનું શરુ કર્યું હતું જો કે 9 વાગતાની સાથે જ વરસાદે રોદ્ર્ સ્વરુપ ઘારણ કર્યું અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરના બોપલ, ઘુમા, આંબલી, ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં સવારે 8 વાગ્યા બાદ વરસાદે વરસવાનું શરુ કર્યું છે.હાલ પણ વરસાદ શરુ જ છે.

આજે સવારે નોકરીયાત વર્ગ જે બાઈક લઈને ઘરેથી નિકળ્યા હતા તેઓ એ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સવાર સવારમાં જાણે અંધકાર છવાયો હોય તેવી સ્થિતિ ઠેર ઠેર જોવા મળી હતી જેને લઈને  વાહનોની લાઈટો ચાલુ કરીને લોકો વાહન હંકારતા નજરે પડ્યા હતા.

ઓરિસ્સા પર સક્રિય થયેલી લો-પ્રેશરની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતાના કારણે વરસાદનો કહેર 2 દિવસ સુધી વર્તાશે છે, જે 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.આ સાથે જ અમદાવાદમાં પણ વરસાદનું ભારે આગમન થયું છે