વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરાતો હોય છે. ક્યારેક બેફામ કરાતો વાણી વિલાસ નેતાઓને ભારે પડતો હોય છે. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરાયેલા વાણી વિલાસ સામે ફરિયાદી અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ડીવાયએસપી દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે, ત્યારે વડોદરા શહેરમાં ભાજપના 3 નેતાઓ સામે એક્ટ્રોસીટીની ફરિયાદ નોધાઇ છે. જેમાં શહેરના 2 નગરસેવકો અને 1 ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોધાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જેમની સામે એક્ટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. તેમાં કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકીનો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરામાં કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના ત્રણેય નેતાઓ ગયા હતા, તે સમયે આ ઘટના બની હતી. ફરિયાદી અજય તડવીએ ભાજપના ત્રણેય નેતાઓ પર પોતાની ફરિયાદમાં જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હોવાનો વાત સામે આવી રહી છે. આ મામલે DYSP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે. વડોદરામાં ભાજપ દ્વારા જાહેરસભાઓ તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા વાણી વિલાસ કરવામાં આવતો હોય છે. આમ તો આ બાબત ચૂંટણી સમયે સામાન્ય હોય છે. પરંતુ જે તે સમાજની વિરોધમાં અપમાન જનક વાણી વિલાસ ભારે પડતો હોય છે. હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.