ભારે ઉકળાટ બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો- કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ
- અમદાવાદમાં ઠંડા પવન સાથે વરસાદ શરુ
- બે દિવસના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી
- અચાનક કાળા ડિબંગ વાદળો છાવાયા
અમદાવાદઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક રાજ્યોમાંથી જાણે સોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો હાલ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ઉલ્લેખનીય છે કે શહેરમાં બે દિવસથી ભારે ઉકળાટ થતો હતો ત્યારે આજ સવારથી પણ ભારે ગરમી જોવા મળી રહી છે, તેવી સ્થિતિ વચ્ચે બપોરના 12 વાગ્યેને 10 મિનિટથી વાતાવરણ પલટાયું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને અચાનક ઠંડો પવન પ્રસરી રહ્યો છે જેને લઈને શહેરીજનોને ઉકળાટમાં રાહત મળી છે. હાલ શહેરમાં અંત્યત અંઘારામય વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે સાથે ઘીમી ઘારે વરસાદે વરસવાનું શરુ કર્યું છે.
ભાદરવા માસમાં આમ તો છૂટો છવાયો વરસાદ રહેતો હોય છે ત્યારે અમદાવાદ,ગાંઘીનગર અને આસપાસના વિસ્તારોમાં હાલ ફરી વરસાદનું આગમન જોવા મળ્યું છે.વિજળી પણ થઈ રહી છે સાથે જ વાતાવરણ અંધકારમય બન્યું છે,તો કડાકાભેર વિજળીઓનો અવાજ થઈ રહ્યો છે.
જો કે અમદાવાદ શહેરના લોકો બે દિવસથી ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે જો આજે વરસાદની જમાવટ થશે તો ચોક્કસ તેઓને ગરમીમાંથી રાહત મળશે,હાલનું વાતાવરણ જોતા અંદાજો લગાવી શકાય છે કે આજે દિવસભર વરસાદનું જોર રહી શકે છે,હાલ સ્ટોરી લખાઈ રહી છે ત્યારે 13 વાગ્યેને 20 મિનિટ વરસાદે ઘોઘમાર વરસવાનું શરુ કર્યું છે.જો વરસાદનું જોર આમ જ જોવા મળશે તો થોડા કલાકોમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પર પાણી ભરાયેલું જોવા મળશે.