મુંબઈઃ અભિનેત્રી ઈશા દેઓલ લાંબા સમય બાદ શોર્ટ ફિલ્મ એક દુવામાં સ્ક્રીન ઉપર પરત ફરી રહી છે. આ ફિલ્મની પ્રોડ્યુસર પણ ઈશા દેઓલ જ છે. દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુહમાં ફિલ્મોથી દૂર જવા અંગે જણાવ્યું હતું કે, લગ્ન બાદ બાળકોનો જન્મ થયો હતો. બાળકો નાના હતા અને જીંદગીના તમામ પડાવનો આંનદ લેવા માંગતી હતી. મહિલાઓએ યોગ્ય સમય ઉપર યોગ્ય વસ્તુઓ કરી લેવી જોઈએ. એક સ્ત્રી તરીકે મારો પરિવાર શરૂ કરવો તેમની સંભાળ રાખવી પણ જરૂરી છે. દરેસ સંબંધમાં સમ્માન, સમય અને ધ્યાન મળવું જોઈએ. જેથી હું ઘર પરિવાર અને બાળકોમાં વ્યસ્ત હતી. જો કે, એક કલાકાર હંમેશા એક કલાકાર જ રહે છે. એટલે મને લાગ્યું હતું કે હવે મારે પરત ફરીને કામને સમય આપવો જોઈએ. તેમજ સારા પ્રોજેક્ટ મળતા હતા જેથી મે ફરીથી અભિનયની શરૂઆત કરી છે.
અભિનેત્રીએ ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં મોટા મુદ્દાને લઈને મારુ નાનુ યોગદાન છે. મને આ ફિલ્મમાં અભિનય કરવાની ઓફર મળી હતી. જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે રડુ આવી ગયું હતું. સામાન્ય રીતે હું રડતી નથી પરંતુ ફિલ્મની વાતાના અંતમાં હું રડી પડી હતી. વાર્તા મને ખુબ જ પસંદ આવી હતી. જેથી મને લાગ્યું કે, ફિલ્મમાં અભિનય સિવાય વધારે કંઈક કરવું જોઈએ. જેથી ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી જેવુ મારે દર્શાવવું છે તે દર્શાવી શકાય. મે વિચાર્યું પણ હતું કે, જ્યારે કંઈ પ્રોડ્યુસ કરી તો તે લોકોને એક સારો સંદેશ આવતું હોવું જોઈએ. આમ મારા પ્રોડકશન હાઉસની શરૂઆત થઈ હતી. હાલ વેબ સીરિઝ રુદ્ર શરૂ કરી રહી છું. બહુ સારી વર્તા છે જેથી વધારે એક્સાઈટેડ છું. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ ઉપર પણ કામ કરી રહી છું.
(Photo - Social Media)