- રાજ્યમાં કોર્ટ ફરી શરૂ
- દોઢ વર્ષ બાદ કોર્ટના દરવાજા ફરી ખુલ્યા
- 3000થી 3500 જેટલા વકીલોને ફરી મળશે રોજગારી
અમદાવાદ: ગુજરાતભરમાં આશરે દોઢ વર્ષ બાદ કોર્ટના દરવાજા ફરી શરૂ ખુલ્યા છે. કોર્ટ શરૂ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવી છે. દોઢ વર્ષમાં 18 દિવસ માટે કોર્ટ ખોલવામાં આવી હતી. પરંતુ કોરોના કાળ યથાવત હોવાના કારણે ફરી દરવાજા બંધ કરી દેવાયા હતા. કોરોના સંક્રમણ ઓછું થવાના કારણે કોર્ટ શરૂ થવાથી 3000થી 3500 જેટલા વકીલોને ફરી રોજગારી મળશે. જેથી વકીલોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
કોરોનાકાળમાં તમામ પ્રકારની કોર્ટની કામગીરી બંધ થઈ હોવાના કારણે વકીલોને આર્થિક રીતે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વકીલ એવા પણ હોય છે કે જેઓ નાના-મોટા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
જો કે હવે ફરીવાર કોર્ટ કચેરીના કાગળો અને અન્ય વસ્તુને લઈને કામગીરી શરૂ કરવામાં આવતા વકીલોને રાહત મળવાની સંભાવના છે. લોકોએ ફરીવાર ધ્યાન રાખીને આગળ વધવુ પડશે, નહી તો કોરોનાનું સંક્રમણ ફરીવાર ફેલાવવાની શક્યતાઓ પણ રહે છે.