Site icon Revoi.in

અફઘાનિસ્તાન બાદ નેપાળ ક્રિકેટની વ્હારે આવ્યું BCCI

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ગણતરી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં થાય છે. BCCIની ભવ્યતાની સરખામણી સામે સૌથી મોટા ક્રિકેટ બોર્ડનો રંગ પણ ફિક્કો પડી જાય છે. એટલું જ નહીં, બોર્ડ અન્યને મદદ કરવામાં ક્યારેય સંકોચ કરતું નથી. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને બીસીસીઆઈ દ્વારા મદદ પુરી પાડવામાં આવી છે. હાલ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આગળ વધી રહી છે. હવે બીસીસીઆઈએ નેપાળની ક્રિકેટ ટીમને પ્રમોટ કરવાની જવાબદારી ઉઠાવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, BCCIએ નેપાળ ક્રિકેટ ટીમને મદદ કરવાનો નિર્ણય લીધો છે. નેપાળની ટીમ ટૂંક સમયમાં કેનેડામાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 શ્રેણીની તૈયારીઓ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ની મુલાકાત લેશે. નેપાળની ટીમ ત્રિકોણીય શ્રેણી રમવા માટે કેનેડા જવા રવાના થતા પહેલા બે અઠવાડિયા સુધી NCAમાં પ્રેક્ટિસ કરશે. કેનેડા અને નેપાળની સાથે ઓમાનની ટીમ પણ આ શ્રેણીમાં ભાગ લેશે, નેપાળ હાલમાં લીગ 2 ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.

નેપાળ ક્રિકેટ એસોસિએશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વ કર લીગ 2ની તૈયારી માટે નેપાળની ટીમ એનસીએ જઈ રહી છે. બેંગ્લુરુમાં એનસીએમાં બે અઠવાડિયા સુધી ખેલાડીઓ તાલીમ લેશે. જેથી ખેલાડીઓની કુશળતા અને વ્યૂહરચના સુધરશે.

#BCIVsNepalCricket,  #NepalCricketInCrisis, #AfghanistanToNepal, #BCCIControversy, #NepalCricketBoard, #CricketDisputes, #InternationalCricket, #BCCIAgainstNepalCricket, #CricketNews, #SportsPolitics