દિલ્હી: પશ્ચિમી અફઘાનિસ્તાનમાં શનિવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. આ પછી રવિવારે 3.20 વાગ્યે આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ભૂકંપ એજન્સીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.
શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના બે ભૂકંપમાં ડઝનેક લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ આ માહિતી આપી છે. યુનાઈટેડ નેશન્સે 320 લોકો માર્યા ગયાનો પ્રારંભિક આંકડો આપ્યો હતો.
માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયના સમાન અપડેટ અનુસાર, સ્થાનિક સત્તાવાળાઓએ અંદાજે 100 મૃતકો અને 500 ઘાયલ થયા છે. નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લા જાને જણાવ્યું કે હેરાતના જેન્દા જાન જિલ્લાના ચાર ગામોને ભૂકંપ અને આંચકાથી સૌથી વધુ નુકસાન થયું છે.તેમણે કહ્યું કે ડઝનેક ઘરોને નુકસાન થયું છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.