1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયા બાદ હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકા સાથે T-20 સીરિઝ રમશે
ઓસ્ટ્રેલિયા બાદ હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકા સાથે T-20 સીરિઝ રમશે

ઓસ્ટ્રેલિયા બાદ હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકા સાથે T-20 સીરિઝ રમશે

0
Social Share

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીત્યા બાદ ભારતીય ટીમ હવે નવા પડકાર માટે તૈયાર છે. બુધવારથી (28 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ ઉપરાંત ત્રણ વનડે પણ રમાશે, પરંતુ તમામની નજર ટી-20 શ્રેણી પર રહેશે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારતની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આ છેલ્લી શ્રેણી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મહિનામાં આ બીજી T20I શ્રેણી છે. આ વર્ષે જૂનમાં આફ્રિકાની ટીમ પાંચ મેચ રમવા ભારત આવી હતી. આ શ્રેણી 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. એક મેચમાં પરિણામ આવ્યું ન હતું. બંને ટીમો વચ્ચેની છેલ્લી બે શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ છે. આ વર્ષે જૂન પહેલા, સપ્ટેમ્બર 2019 માં, ભારતમાં ત્રણ મેચોની શ્રેણી 1-1 થી બરાબર થઈ હતી. બંને ટીમો વચ્ચે લગભગ 20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ આઠ મેચ જીતી હતી. એક મેચમાં પરિણામ આવ્યું ન હતું.

  • ટી-20 સીરિઝ

મેચ       તારીખ                 સ્થળ                  સમય

પ્રથમ     28મી સપ્ટેમ્બર    તિરુવનન્તપુરમ     સાંજે 7 કલાક

બીજી     2 ઓક્ટોબર         ગુવાહાટી             સાંજે 7 કલાક

ત્રીજી      4 ઓક્ટોબર          ઈન્દોર                 સાંજે 7 કલાક

  • વન-ડે સીરિઝ

મેચ        તારીખ                 સ્થળ              સમય

પ્રથમ     6 ઓક્ટોબર          લખનૌ             1.30 કલાક

બીજી     9 ઓક્ટોબર          રાંચી               1.30 કલાક

ત્રીજી      11 ઓક્ટોબર         દિલ્હી             1.30 કલાક

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code