Site icon Revoi.in

અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની વારીઃ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપ સુરક્ષા સહિતના મુદ્દા ઉપર ચૂંટણીનો પ્રચાર કરશે. એટલું જ હિન્દુત્વને પ્રચારમાં એટલું જ મહત્વ આપવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હવે મથુરાની તૈયારી છે. ભાજપના સિનિયર નેતાએ કહ્યું હતું કે, અયોધ્યા અને કાશીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, અયોધ્યા અને કાશીમાં ભવ્ય મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. મથુરાની તૈયારી છે. મૌર્યના  નિવેદનથી ભાજપ અને આરએસએસના એજન્ડામાં વર્ષોથી રહેલા અયોધ્યા, મથુરા અને કાશીને લઈને ચર્ચાઓ તેજ બની છે. મૌર્યએ પોતાની ટ્વીટની સાથે જય શ્રીરામ, જય શિવશંબુ અને જય શ્રીરાધેકૃષ્ણ હેશટેગ પણ લગાવ્યો છે. આ પહેલા મથુરામાં દક્ષિણપંથી સંગઠનોએ શાહી ઈદગાહમાં 6 ડિસેમ્બરના રોજ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. જેથી મથુરામાં પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ મસ્જીક કૃષ્ણ જન્મસ્થાન મંદિરની નજીક છે.

આ અગાઉ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય નિર્માણથી ભક્તોમાં ખુશી છે. જેમ અમે આંદોલન વખતે સુત્રોચ્ચાર કરતા હતા કે, અયોધ્યા થઈ અમારી, હવે કાશી-મથુરાની વારી. કાશી અને મથુરા બંને અમારા છે. કાશીમાં કોરિડોર બની ચુક્યો છે. હવે કૃષ્ણ જન્મભૂમિની વારી છે. આ સારુ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને જનતાના આશીર્વાદથી કરવામાં આવશે.