Site icon Revoi.in

ચીનને પછાડીને રંગીલું રાજકોટ હવે રંગબેરંગી રમકડાં બનાવવાનું હબ બનશે

Social Share

રાજકોટઃ કોરોના કાળે લોકોને ઘણુંબધું શિખવ્યું છે. રાજકોટ શહેરની પ્રજા ઉદ્યમી છે, અને કંઈને કંઈ પ્રવૃતીઓમાં લોકો રસ લેતા હોય છે. આમ તો દેશમાં મોટાભાગના ટોય યા ને રમકડાંની ચીનથી આયાત કરવા પડે છે. ત્યારે રાજકોટના સ્મોલ ઉદ્યોગ સાહસિકો હવે રમકડાંના ઉત્પાદનમાં આત્મ નિર્ભર બની રહ્યા છે.

એમએસએમઈનું હબ ગણાતા રાજકોટમાં ટોય ઈન્ડસ્ટ્રીઝ શરૂ થયા બાદ આગામી દિવસોમાં અહીં ટોય પાર્ક નિર્માણ થાય તેવી સંભાવના છે. આ માટે ડિમાન્ડ સર્વે તેમજ જમીન ગ્રહણ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ટોય પાર્કમાં જોડાવા માટે 30 થી વધુ ઉત્પાદકોએ જોડાવવાની તૈયારી બતાવી છે. ટોય પાર્ક માટે નાગલપર તેમજ ખીરસરા ખાતે જમીન ખરીદીની પ્રક્રિયા ચાલુ હોવાનું તેમજ ઉચ્ચસ્તરે લીલીઝંડી મળતા કાર્યવાહી આગળ વધારવામાં આવશે. તેમજ જીઆઈડીસીના સૂત્રોએ જણાવ્યુ હતું.

કોરોના કાળમાં  રાજકોટમાં સ્થાનિક કક્ષાની રમકડા બનાવતી અનેક કંપની શરૂ થઇ છે. રાજકોટમાં બનતા રમકડાં હવે અમેરિકા, યુકે, યુરોપ,આફ્રિકા,બાંગ્લાદેશ, નેપાળમાં એકસપોર્ટ થાય છે. આ ઈન્ડસ્ટ્રીઝમાં મેન પાવર સરળતાથી મળી રહેતા રમકડા બનાવવા માટે ડિઝાઈનીંગ,મોલ્ડિંગ, પ્રોડકશન, પેકેજિંગ સરળતાથી થઇ શકે છે. રમકડાની ડિમાન્ડ પહેલા કરતા વધી છે.

ઈન હાઉસમાં જ ડિઝાઈનીંગ, મોલ્ડિંગ, એસેમ્બલિંગ, પેકેજીંગ યુનિટની સુવિધા હોવાથી ઉત્પાદન મોટા પ્રમાણમાં કરી શકાય છે. જો રાજકોટમાં ટોય પાર્ક શરૂ થશે તો સુવિધા અને રોજગારી બન્નેમા વધારો થશે. કોરોના બાદ અહીં બનતા રમકડાં વિશે ઇન્કવાયરી વધી છે. સ્થાનિક ઉપરાંત ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય એમ તમામ માર્કેટમાં ડિમાન્ડ નીકળી છે. સૌથી વધુ ડોકટર સેટ, કિચન સેટ, ઢીંગલી અને કારની ડિમાન્ડ વધુ છે. અહીં બનતા રમકડાં વિશે બાળકોની સાથે સાથે તેના માતા પિતા પણ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

રાજકોટમાં રમકડા બનાવતી કંપની 10 લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. આત્મનિર્ભર અંતર્ગત લોકોની સ્વદેશી ચીજવસ્તુ તરફ વલણ વધ્યું છે. તેમજ ચાઈનીઝ રમકડા પર 60 ટકા જેટલી ઈમ્પોર્ટ ડયુટી તેમજ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ફરજિયાત કરાતા ચાઈનીઝ રમકડા સામે ભારતીય રમકડાનું બજાર ઉંચકાયું છે. આ ઈન્ડસ્ટ્રીઝ મારફતે સૌથી વધુ મહિલાઓને રોજીરોટી મળે છે.તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોરભાઈ મોરી જણાવે છે.