1. Home
  2. ગુજરાતી
  3. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટે શરૂ કરી છે આ વિશેષ યોજના
પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ  લોક કલ્યાણ માટે શરૂ કરી છે આ વિશેષ યોજના

પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટે શરૂ કરી છે આ વિશેષ યોજના

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. રાજકીય પંડિતોનું માનવુ છે કે, તમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરી શકો છો, નફરત કરી શકો છો, પરંતુ તમે તેમને અવગણી શકતા નથી. 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી 2014થી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ, તેમણે ભાજપને પહેલા 2014માં અને પછી 2019માં ભારે જીત અપાવી. આ સિવાય તેમના નેતૃત્વમાં ભાજપાએ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપનો વનવાસ પણ ખતમ કર્યો. 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશના લોકકલ્યાણ માટે એક પછી એક અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓથી ગરીબ, ખેડૂત અને વિદ્યાર્થીઓ સહિત તમામ વર્ગને ફાયદો થયો છે. તેમજ ભારતની અર્થવ્યવસ્થામાં પણ પહેલાની સરખામણીણાં સુધારો થયો છે.

  • પ્રધાનમંત્રી જન ધન યોજના

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશના ગરીબ લોકોને પણ બેંકોમાં લઈ જવામાં આવ્યા હતા. આજે દેશના મોટાભાગના પરિવારો બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરોડો પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના પીએમ મોદીએ 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરી હતી. આ યોજના સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને લોન, વીમો, પેન્શન, બચત અને થાપણ જેવી નાણાકીય સેવાઓની સરળ ઍક્સેસ પ્રદાન કરે છે.

  • સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકારના સૌથી મહત્વપૂર્ણ સ્વચ્છતા અભિયાનોમાંનું એક છે. ખુલ્લામાં શૌચ કરવાની પ્રથાને નાબૂદ કરવા માટે આ દેશવ્યાપી અભિયાન 2014માં શરૂ કરવામાં આવ્યું હતું.

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન

PM-KISAN યોજના અથવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, સરકાર સમગ્ર ભારતમાં 14.5 કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે રૂ. 2,000ના ત્રણ હપ્તામાં રૂ. 6,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના

2015માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY), નાના અને સૂક્ષ્મ સાહસોને રૂ. 10 લાખ સુધીની લોન આપવાનું લક્ષ્ય ધરાવે છે.

  • અટલ પેન્શન યોજના

આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. પીએમ મોદીએ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોની નિવૃત્તિની સુરક્ષા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. અટલ પેન્શન યોજના (APY) હેઠળ, સબ્સ્ક્રાઇબર્સ દ્વારા યોગદાનના આધારે 60 વર્ષની ઉંમરે દર મહિને 1,000 થી 5,000 રૂપિયા સુધીનું લઘુત્તમ પેન્શન આપવામાં આવશે.

  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

ભારતની વસ્તીને વીમો આપવા માટે વડાપ્રધાન મોદી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. વીમા પૉલિસીનો ઉદ્દેશ્ય અકસ્માતોમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારોને થોડી આર્થિક રાહત આપવાનો છે.

  • પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન એક સરકારી યોજના છે જે અસંગઠિત કામદારોને સામાજિક સુરક્ષા પુરી પાડે છે.

‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશ રોકાણને વેગ આપવા, કૌશલ્ય વિકાસ વધારવા, બૌદ્ધિક સંપદાનું રક્ષણ કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી.

  • બેટી બચાવો બેટી પઢાવો

2015માં પીએમ મોદીએ દેશભરમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં કન્યાઓ માટે કલ્યાણ સેવાઓની કાર્યક્ષમતામાં જાગૃતિ લાવવા અને સુધારવાનો હતો.

  • નમામી ગંગે યોજના

નામ સૂચવે છે તેમ, આ અભિયાનનો ઉદ્દેશ્ય પાણીમાંથી તમામ પ્રદૂષકોને સાફ કરીને ગંગા નદીને બચાવવાનો હતો.

  • આત્મનિર્ભર ભારત

માનનીય વડાપ્રધાન મોદીએ 12મી મે 2020ના રોજ આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાની જાહેરાત કરી છે. આત્મ નિર્ભર ભારત અભિયાન સાથે દેશની રોજગારી પર વધુ ધ્યાન આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. જે દેશના જીડીપીના 10 ટકા છે. આ યોજના ભારતની આર્થિક વ્યવસ્થાને સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code