Site icon Revoi.in

જેલમાંથી મુક્ત થયા બાદ શનિવારે કેજરિવાલે હનુમાનજી મંદિરમાં દર્શન કર્યાં

Social Share

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં શરતી જામીન ઉપર છુટકારો થયા બાદ અરવિંદ કેજરિવાલ શુક્રવારે જેલમાંથી બહાર આવ્યાં હતા. કેજરિવાલના જામીનને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. દરમિયાન આજે શનિવારે અરવિંદ કેજરિવાલ અને તેમના પત્ની સુનીલાએ કનોટ પ્લેસ સ્થિત સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિરમાં દર્શન કર્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કોર્ટે તેમને કેટલીક જરૂરી શરતો સાથે જામીન આપ્યા છે. જામીન મળ્યા બાદ કેજરીવાલ ગઈ કાલે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જે બાદ સીએમ કેજરીવાલ તેમની પત્ની સુનીતા કેજરીવાલ સાથે બપોરે કનોટ પ્લેસના પ્રખ્યાત હનુમાન મંદિર પહોંચ્યા અને ત્યાં દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા. આ અવસર પર પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ પણ સીએમ સાથે હતા.

 આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલને કથિત એક્સાઈઝ કૌભાંડમાં ભલે જામીન મળી ગયા હોય, પરંતુ “મુખ્યમંત્રી” કેજરીવાલ હજુ પણ જેલમાં રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે કેજરીવાલ અત્યારે મુખ્યમંત્રી તરીકે કામ કરી શકશે નહીં. તે ફક્ત તે જ મહત્વપૂર્ણ ફાઇલો પર સહી કરી શકશે જે લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવશે. AAP માને છે કે કેબિનેટ વિસ્તરણ સહિત તેની બેઠકો અંગે સુપ્રીમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા લેવી પડશે. વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પણ સંકેત આપ્યા છે કે તેઓ આ મામલે કોર્ટનો સંપર્ક કરી શકે છે.