- મેક્સિકોમાં પણ ઔક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ને મંજુરી
- બ્રિટન અને ભારત બાદ આ દેશે પણ મંજુરી આપી
દિલ્હીઃ-ઘણા દેશોએ ઔક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પહેલા બ્રિટને તેના ઈમરજનીના ઉપયોગ માટે મંજૂરી આપી, પછી ભારત અને હવે મેક્સિકોએ પણ તેને મંજૂરી આપી દીધી છે. વિદેશ મંત્રી માર્સેલો એબરાર્ડને સોમવારે આ બાબતે માહિતી આપી હતી.
આ અંગે તેમણે ટ્વીટ કર્યું, ‘એસ્ટ્રાઝેનેકા વેક્સિનને તાત્કાલિક મંજૂરી આપવી ખૂબ જ સારા સમાચાર છે. ત મેક્સિકોમાં ટૂક સમયમાં જ તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ‘ આ બીજી વેક્સિન છે જે મેક્સિકોએ કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ પહેલા, તેમણે ફાઈઝરની વેક્સિનને મંજુરી આપી ચૂક્યા છે,અને અહીં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મેક્સિકોમાં રસીકરણના અભિયાન હેઠળ 44 હજાર લોકોને ફાઈઝરની વેક્સિનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે, જો કે,ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનનો ઉપયોગ ક્યારથઈ કરવામાં આવશે તે અંગે હજુ ટોક્કસ માહિતી આપવામાં આવી નથી.
બ્રિટનામાં સૌ પ્રથમ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન આપવાની શરુાત થઈ ચૂકી છે,સોમવારના રોજ અહીં સૌથી પહેલા 82 વર્ષના ડાયાલિસિઝના દર્દીને તેનો પ્રથમ ડોઝ અપાયો હતો, બ્રિટનએ આ વેક્સિનના 10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે,જેનો રસીકરણ અભિયાનમાં ઉપયોગલ કરવામાં આવશે. ત્યારે હવે આ વેક્સિનનો ઉપયોગ મેક્સિકોમાં પણ ટૂંક સમયમાં શરુ કરી દેવામાં આવશે,
સાહિન-