- UNમાં ભારતના કાયમી સભ્યપદ માટે બ્રિટન બાદ હવે ફ્રાન્સનું પણ સમર્થન
- ભારતને ણળી શકે છે કાયમી સદસ્યતા
દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે યુનાઇટેડ કિંગડમ બાદ હવે ભારતને ફ્રાન્સનું પણ સમર્થન મળી ચૂક્યું છે. ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સામે ફ્રાન્સે ભારત, જર્મની, બ્રાઝિલ અને જાપાનને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
વિતેલા દિવસને શુક્વરાના રોજ સુરક્ષા પરિષદના સુધારા પર યુએનએસસીની વાર્ષિક ચર્ચાને સંબોધતા, ફ્રેન્ચ ફ્રાન્સના કાયમી પ્રતિનિધિ નથાલી બ્રોડહર્સ્ટે જણાવ્યું હતું કે, “ફ્રાન્સની સ્થિતિ ખૂબ જ સ્થિર અને મજબૂત છે, અમે ન્યૂ વર્લ્ડના અન્ય પ્રતિનિધિઓને કાઉન્સિલમાં ઉમેરવા માંગીએ છીએ. આ સંસ્થાની સત્તા અને પ્રભાવને વધુ મજબૂત કરશે.
આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આપણેૃખાસ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેઓ નવા દળો તરીકે ઉભરી રહ્યા છે અને કાઉન્સિલના સભ્યો બનવા અને જવાબદારી લેવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, કાઉન્સિલના સભ્યોની સંખ્યા વધારીને 25 કરી શકાય છે.તેમણે આફ્રિકન દેશોને આગળ આવવા અને જવાબદારી નિભાવવા માટે પણ આહ્વાન કર્યું.અને કહ્યું કે ભૌગોલિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે ઘણી બેઠકો વહેંચવી જોઈએ,” ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટને પણ યુએનએસસીના કાયમી સભ્યપદ માટે ભારતને સમર્થન આપ્યું હતું
આ સાથે જ બ્રિટિશ રાજદૂત બાર્બરા વુડવર્ડે સુરક્ષા પરિષદના સુધારા પર જનરલ એસેમ્બલીની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે બ્રિટન લાંબા સમયથી સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીઓમાં સુરક્ષા પરિષદના વિસ્તરણ માટે દબાણ કરી રહ્યું છે.અમે કાઉન્સિલમાં કાયમી આફ્રિકન પ્રતિનિધિત્વ તેમજ ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ માટે નવી કાયમી બેઠકોની રચનાને સમર્થન આપીએ છીએ.